સંબંધિત સમાચાર
- GT vs PBKS: ગુજરાતની 4 વિકેટ જીત, પંજાબને મળી સીઝન સતત બીજી હાર
- RR vs SRH: વૈભવ સૂર્યવંશીની સદી ગઈ બેકાર, સનરાઈઝર્સ હૈદરાબાળે રાજસ્થાનને હરાવ્યું
- LSG vs RR: લખનૌની ઘરઆંગણે શરમજનક હાર, રાજસ્થાને 40 રને જીત નોંઘાવી
- LSG vs GT Live Cricket Score - લખનૌને પહેલો ફટકો પડ્યો; મિશેલ માર્શ પેવેલિયન પરત ફર્યો
- SRH vs LSG - લખનૌની ટીમ જીતનું ખાતું ખોલવા માંગશે, ટોસ થોડીવારમાં થશે
હૈદરાબાદ 86 રન પર ઓલઆઉટ, પોતાનો જ શરમજનક રેકોર્ડ તોડ્યો, ગુજરાત ધમાકેદાર જીત સાથે પહોચ્યું ટોપ પર
GT vs SRH: IPL 2026 ની 56મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થયો હતો. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં હૈદરાબાદનો આ 5મો પરાજય છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી સાઈ સુદર્શન અને વોશિંગ્ટન સુંદરે અડધી સદી ફટકારી હતી. સુદર્શને 61 રનનું યોગદાન આપ્યું હતું જ્યારે સુંદરે 50 રનનું યોગદાન આપ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી પ્રફુલ હિંગે અને શાકિબ હુસૈને 2-2 વિકેટ લીધી હતી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી. અડધી ટીમ 10 ઓવર પહેલા જ આઉટ થઈ ગઈ હતી અને તેનો સ્કોર 56 રન હતો. આ પછી પણ વિકેટ પડતી રહી. સ્કોર 82 રન પર પહોંચ્યો ત્યાં સુધીમાં નવ બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદની છેલ્લી વિકેટ 86 રન પર પડી ત્યારે તેણે શરમજનક રેકોર્ડ બનાવ્યો. આ IPLમાં SRHનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા, ટીમનો સૌથી ઓછો સ્કોર 96 રન હતો, જે 2019માં મુંબઈ સામે બન્યો હતો.
ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન): શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, નિશાંત સિંધુ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ
ગુજરાત ટાઇટન્સ ઇમ્પેક્ટ સબ્સ: પ્રસિદ્ધ કૃષ્ણ, સાઇ કિશોર, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, ગ્લેન ફિલિપ્સ
સનરાઇઝર્સ હૈદરાબાદ (પ્લેઇંગ ઇલેવન): અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, આર. સ્મરણ, સલીલ અરોરા, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, હર્ષ દુબે, ઇશાન મલિંગા, સાકિબ હુસૈન
સનરાઇઝર્સ હૈદરાબાદ ઇમ્પેક્ટ સબ્સ: ટ્રેવિસ હેડ, લિયામ લિવિંગસ્ટોન, અનિકેત વર્મા, હર્ષલ પટેલ, હર્ષ દુબે
