શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (13:40 IST)

Apps Download: મોબાઈલમાં ડાઉનલોડ ન કરશો આવા એપ્સ, સરકારે અઅપી ચેતાવણી

Apps Download: કેન્દ્ર સરકારે લોકોએ એક વાર ફરી ફેક મોબાઈલ એપથી સાવચેત રહેવાનુ કહ્યુ છે. સરકારે પોતાના સાઈબર જાગૃતતા ટ્વિટર હૈડલ પર એક સલાહ રજુ કરી છે. જએમા યુઝર્સને અજ્ઞાત URL થી Oximeter એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી બચવાનુ કહ્યુ છે.  જેમા કહેવામાં આવ્યુ છે કે આ એપ યુઝરના શરીરમાં ઑક્સીજનના સ્તરની તપાસ કરવાનો દાવો કરે છે. પણ હકીકતમાં આ એપ ફેક હોઈ શકે છે અને પર્સનલ ડેટા જેવા ફોટો, મોબાઈલ નમ્બર્સ અને અન્ય માહિતી ચોરી કરી શકે છે. આ એપ્સના દ્વારા યુઝરની બાયોમેટ્રિક માહિતી એટલે કે આંગળીઓના ન ઇશાન ચોરી કરી મોટુ નુકશાન પહોંચાડી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે ઓક્સમીટર એપ દ્વારા લોહીમાં રહેલ ઓક્સીજનના સ્તરની તપાસ કરવામાં આવે છે અને દિલના ધબકારા પર પણ નજર રાખવામાં આવે છે. સાથે જ આ એપ યુઝરના બૉડી મૉસ ઈંડેક્સ પર પણ નજર રાખવામાં કામ આવે છે. કોરોના મહામારી પછીથી શરીરમાં ઑક્સીજનનુ સ્તર પણ ખૂબ જ મહત્વનુ થઈ ગયુ છે.  ડૉક્ટર પણ તેના પર નજર રાખવાનુ કહી રહ્યા છે. આ જ કારણ છે કે  Oximeter જેવા એપ્સનુ ડાઉનલોડ વધી ગયુ છે.