સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Updated : બુધવાર, 22 મે 2019 (17:23 IST)

ચૂંટણીનું પરિણામ 3થી 4 કલાક મોડુ આવે તેવી પણ ચૂંટણી પંચે શક્યતાવ્યક્ત કરી

આવતીકાલે ગુજરાતની 26 બેઠકો પર શું પરિણામ આવશે, કોના નસીબમાં હારજીત લખાઈ છે, કોણ બનાવશે સરકાર એવા વિવિધ સવાલોના જવાબ આવતીકાલે મળશે. ત્યારે ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો ઉપર મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હોવાનો ચૂંટણી પંચ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જોકે, ચૂંટણીનું પરિણામ 3થી 4 કલાક મોડુ આવે તેવી પણ ચૂંટણી પંચે શક્યતા વ્યક્ત કરી છે. મુખ્ય ચૂંટણી અધિકારી એસ.મુરલીક્રિષ્ણાએ કહ્યું કે, વિધાનસભા દીઠ 5 વીવીપેટની ગણતરી કરવાની હોવાના કારણે ત્રણથી ચાર કલાક પરિણામ મોડું જાહેર થાય તેવી સંભાવનાઓ છે. ઈવીએમ અને વીવીપેટના મતોમાં જો કોઈ તફાવત આવે તો વીવીપેટના મતોને આખરી ગણવામાં આવશે. ઇવીએમની સુરક્ષા સુનિશ્ચિત કરી દેવામાં આવી હોવાનો પણ ચૂંટણી પંચે દાવો કર્યો છે. તમામ મતગણતરી હોલમાં અને સ્ટોર રૂમની બહાર સીસીટીવીથી સજ્જ છે. મતગણતરીનું કોઈપણ જાતનું વેબકાસ્ટિંગ નહીં થાય. આમ પ્રજાજનો લોકસભાની ચૂંટણીના પરીણામો જાણી શકે એ માટે ખાસ મોબાઈલ એપ પર રિયલ ટાઇમ પરિણામ જાણી શકાશે.તો બીજી તરફ, મતગણતરીની તૈયારીઓને લઈને અમદાવાદના કલેકટર ડૉ વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, મતગણતરીને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે. ગુરુવારે સવારે 8 કલાકે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરાશે. જેમાં પોસ્ટલ બેલેટ બાદ ઇવીએમની ગણતરી કરવામાં આવશે. મતગણતરી જે રૂમમાં કરાશે ત્યાં CCTV લગાડાશે. સાથે જ શહેરમાં AMCના LED પર રિઝલ્ટ બતાવાશે. કાઉન્ટર સેન્ટરના 100 મીટરની આજુબાજુમાંથી વાહન વ્યવહાર બંધ રહશે. અમરાઇવાડીમાં 19 રાઉન્ડ અને ઓછામાં ઓછા 13 રાઉન્ડ દરિયાપુરમાં રહેશે.