શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: ગુરુવાર, 14 માર્ચ 2019 (10:42 IST)

'મોદીજી કળયુગના ભગવાન છે..' ઓટો ડ્રાઈવરે આ રીતે કર્યા પીએમ મોદીના વખાણ, વાયરલ થયો VIDEO

2019 લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2019)નો શંખનાદ થઈ ચુક્યો છે અને બધી પાર્ટીઓ ઈલેક્શન કૈમ્પેન કરવામાં વ્યસ્ત છે અને પોતાના લીટરને જનતા વચ્ચે પ્રોજેક્ટ કરી રહી છે. મોદી સરકાર (Modi Government)માં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજૂ (Kiren Rijiju)એ મંગળવારે ટ્વીટ કર્યુ,  જે ખૂબ વાયરક થઈ રહ્યુ છે. જેમા એક ઑટોવાળો પ્રધાનમંર્ત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ના વખાણ કરી રહ્યુ છે. જેમા મુંબઈનો ઓટો ડ્રાઈવર કહેતો દેખાય રહ્યો છે કે મોદી જી કળયુગના ભગવાન છે.. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 
 
કિરણ રિજિજૂના મુજબ આ વીડિયો અરુણાચલ પ્રદેશના એક સ્ટુડેંટે બનાવ્યો છે અને તેણે મોકલ્યો છે. તેણે લખ્યુ - આ મજેદાર વીડિયો એક અરુણાચલ પ્રદેશના સ્ટુડેંટે શેયર કર્યો છે. જે કોલોન્ગ મુંબઈમાં પોતાની નાની બહેનની સારવાર કરાવવા ગયો હતો. તેની ઓટો ડ્રાઈવર સાથે એ સમયે વાત થઈ જ્યારે હોસ્પિટલ જઈ રહ્યો હતો. ઓટો ડ્રાઈવર અરુણાચલ પ્રદેશને પણ જાણે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના વખાણ કર્યા. ઓટો ડ્રાઈવર પીએમ નરેન્દ્ર મોદીને કળયુગના ભગવાન બતાવી રહ્યો છે. 

 
એક ટ્વીટમાં તેણે કહ્યુ - આ સાધારણ વ્યક્તિને જુઓ અને બીજી બાજુ કેટલાક લોકોએ  દેશને પણ લૂટ્યો છે. સાથે સાથે આતંકવાદીઓ અને પાકિસ્તાનની ભાષા બોલે છે. 
કોણ છે એ લોકો જે આતંકવાદીને જી અને દેશના પ્રધાનમંત્રીને ચોર કહે છે ? કોંગ્રેસ અધ્યર રાહુલ ગાંધીએ સોમવારે જૈશ એ મોહમ્મદ સરગના મસૂદ અઝહર ને વર્ષો પહેલા ભારતીય જેલમાંથી છોડવાને લઈને ભાજપા પર કટાક્ષ કરતાઅ આતંકી માટે જી શબ્દ લગાવીને સંબોધિત કર્યો. ત્યારબાદ ભાજપાએ તેના પર જોરદાર નિશાન સાધ્યુ.