શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: શનિવાર, 22 જૂન 2024 (18:30 IST)

વિદ્યાર્થીએ આંસરશીટમાં બનાવ્યો હાર્ટનો ડાયેગ્રામ, દિલના દરેક ખૂણામાં લખ્યા પોતાની ગર્લફ્રેંડ્સના નામ, જુઓ VIDEO

love answersheet
love answer sheet
જ્યારે વ્યક્તિ પ્રેમમાં હોય છે ત્યારે તેપ્રેમમાં તન, મન અને ધન જોતો નથી. પોતાનો પ્રેમને વ્યક્ત કરવા માટે, તે  તેના દિલ પર તેમના પ્રેમીઓના નામ લખે છે. પરંતુ એક વિદ્યાર્થીએ ખુલ્લેઆમ તેની ગર્લફ્રેન્ડના નામ તેના દિલ  પર લખ્યા, તે પણ પરીક્ષામાં.  વિદ્યાર્થીના આ પરાક્રમ બાદ તેની આન્સરશીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ જોઈને લોકો હસી-હસીને લોટપોટ થઈ રહ્યા છે. 

 
દિલનુ ચિત્ર બનાવીને લખ્યુ છોકરીઓનુ નામ 
ઉલ્લેખનીય છે કે આ મામલો હતો કે વિદ્યાર્થી એક્ઝામમાં હાર્ટનો ડાયેગ્રામ બનાવીને કરીને તેના જુદા જુદા ભાગના નામ અને તેના ફંક્શન વિશે બતાવવા માટે કહેવામાં આવ્યુ હતુ. આવામાં યુવકે પોતાની આંસરશીટમાં એવો ડાયેગ્રામ્બનાવ્યો કે ગુરૂજી ગુસ્સો તો બહુ આવ્યો પણ કરે શુ.  વાયરલ થઈ રહેલ આંસરશીટમાં જોઈ શકાય છે કે પરીક્ષાનો એક પ્રશ્ન હતો કે દિલનો ડાયેગ્રામ બનાવો અને તેના ભાગના નામ સહિત તેના ફંક્શન લખો. જેના પર ઉત્તર આપતા વિદ્યાર્થી પોતાની આંસર સીટમાં ખૂબ જ સુંદર દિલનુ ચિત્ર બનાવ્યુ અનેન તેના દિલના દરેક ખૂણામાં પોતાની જુદી જુદી પ્રેમીકાઓના નામ લખ્યા. 
 
દિલ માં રહે છે પૂજા પ્રિયા નમિતા હરિતા અને રૂપા  
પ્રિયા, નમિતા, હરિતા, રૂપા, પૂજા નામની ઘણી છોકરીઓના નામ તેના હૃદયમાં લખેલા છે અને તેમના કાર્ય વિશે લખતી વખતે, વિદ્યાર્થીએ જણાવ્યું છે કે પ્રિયા હંમેશા તેની સાથે ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરે છે અને તે તેને ખૂબ પસંદ કરે છે. રૂપા- સ્નેપચેટ પર ચેટ કરતી, તે ખૂબ જ સુંદર અને ક્યૂટ છે. નમિતા તેના પાડોશીની દીકરી છે અને તેના લાંબા વાળ અને મોટી આંખો છે. પૂજા તેની એક્સ ગર્લફ્રેન્ડ છે અને તે તેને ભૂલી શકતી નથી.  હરિતા તેની ક્લાસમેટ છે.
 
આ મજેદાર પોસ્ટને ઈસ્ટાગ્રામ પર  @_MEMES_CONNECTION નામના પેજ પરથી શેયર કરવામાં આવી છે.. જેને લખતા સુધી કરોડો લોકોએ જોઈ અને 10 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. વાયરલ થઈ રહેલી આ આંસરશીટની ચોખવટ વેબ દુનિયા કરતી નથી.  બની શકે કે આ આંસર શીટ ફેક હોય.