શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ચૂંટણી2009
  4. »
  5. લોકસભા ચૂંટણી 2009
Written By ભાષા|

છત્તીસગઢમાં બે કલાકમાં 12 ટકા મતદાન

લોકસભાના પ્રથમ તબક્કામાં આજે થઇ રહેલા મતદાનમાં છત્તીસગઢમાં શરૂઆતના બે કલાકમાં અંદાજે 12 ટકા જેટલું મતદાન નોંધાયું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી કાર્યાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યમાં સવારે નવ વાગ્યા સુધી અંદાજે 12 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ કડક સુરક્ષા વચ્ચે થઇ રહેલા ચૂંટણીમાં સવારે સાત વાગ્યાથી જ રાજ્યની તમામ 11 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું હતું. રાજ્યના અંદાજે એક કરોડ 55 લાખ મતદારો 178 ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે, રાજ્યના બસ્તર અને કાંકેર લોકસભા વિસ્તારમાં સાંજે ત્રણ વાગ્યા સુધી તથા અન્ય લોકસભા વિસ્તારોમાં સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. બસ્તર અને કાંકેર નક્સલ પ્રભાવિત વિસ્તાર હોવાના કારણે આ વિસ્તારમાં કડક સુરક્ષા લાગુ કરવામાં આવી છે અને મતદાન વહેલું પુરૂ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, રાજ્યમાં કુલ 20 હજાર 967 મતદાન કોન્દ્રો બનાવવામાં આવ્યા છે તથા 88 મતદાન કેન્દ્રોને રાજકીય પક્ષોની લેખિત બાંહેધરીને પગલે અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ રાજ્માં એક કરોડ 54 લાખ 88 હજાર 573 મતદાતાઓ છે જેમાં પુરૂષ મતદાતાઓની સંખ્યા 78 લાખ 55 હજાર 358 તથા મહિલાઓની સંખ્યા 76 લાખ 33 હજાર 215 છે. રાજ્યમાં 178 ઉમેદવારો છે જે પૈકી 15 મહિલાઓ છે.