શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ચૂંટણી2009
  4. »
  5. લોકસભા ચૂંટણી 2009
Written By ભાષા|
Last Modified: ચિતૌરગઢ , બુધવાર, 6 મે 2009 (14:45 IST)

યુપીએ એટલે તકવાદીઓની ટીમ-મોદી

કોંગ્રેસની આગેવાની હેઠળનાં યુપીએ ગઠબંધનને તકવાદીઓનો મેળાવડો છે, જેના પર હવે કોઇને વિશ્વાસ રહ્યો નથી. જનતાની આંગળીમાં તે તાકાત છે, જે દિલ્હીમાં પરિવર્તન લાવી શકે છે, એમ મુખ્યમંત્રી મોદી રાજસ્થાનની એક ચુંટણીસભામાં જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદીએ રાજસ્થાન અને હરિયાણાનો ઝંઝાવતી ચુંટણી પ્રચાર કર્યો હતો. તેમજ બંને રાજ્યોમાં એક જ દિવસમાં સાત સભાને સંબોધી હતી. મોદીએ ચિતૌરગઢમાં જણાવ્યું હતું કે લોકસભા ચુંટણીમાં પોતાની હાર થવાની લાગતાં બીજા રાજકીય પક્ષોને પોતાની તરફ ખેંચવાની શરૂઆત કરી દીધી છે. પણ જનતાએ કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનને ઉખાડીને ફેંકી દેવાનો નિર્ણય લઇ લીધો છે. તેમજ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરીને સેવાનિવૃત્ત સૈનિકોના કલ્યાણના મુદ્દે સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યછે.

મોદીએ કાળાં નાણાં મુદ્દે કોંગ્રેસનાં બદલાયેલા સ્વર અંગે પણ ટિપ્પણી કરી હતી. મોદીએ જણાવ્યું કે, સુપ્રિમના આદેશ બાદ કોંગ્રેસ હવે કાળાં નાણાંને મુદ્દો માનવા લાગી છે અને તેના પર ગંભીરતાથી વિચાર કરવાનું આશ્વાસન આપી રહી છે.

મોદીએ કોંગ્રેસને તકવાદી પાર્ટી વર્ણવતા જણાવ્યું કે, ગઇ કાલ સુધી સોનિયા ગાંધી ડાબેરીઓને અને રાહુલ ગાંધી ચંદ્રાબાબુને ગાળો ભાંડી રહ્યા હતા, જયારે આજે કોંગ્રેસ ડાબેરીઓ સાથે હાથ મિલાવવા તૈયાર થઇ ગયા છે.

મોદીએ કોંગ્રેસનાં મહામંત્રી રાહુલ ગાંધી પર પણ ટિપ્પણી કરી હતી. મોદીએ જણાવ્યું કે, રાહુલના પિતા રાજીવ ગાંધી જણાવતા હતા કે, દિલ્હીથી ૧ રૂપિયો નીકળે છે, પરંતુ ગામડામાં માત્ર ૧૫ પૈસા પહોંચે છે. આ જે વચ્ચેનાં નાણાં છે, તે જ કાળાં ધન સ્વરૂપે વિદેશમાં જમા થાય છે.