શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ચૂંટણી2009
  4. »
  5. લોકસભા ચૂંટણી 2009
Written By ભાષા|
Last Modified: અમરોહા , રવિવાર, 10 મે 2009 (16:33 IST)

સપા-ભાજપ વચ્ચે ગુપ્ત સમજૂતિ-માયા

યુપીએ અને એનડીએની જોરદાર ઝાટકણી કાઢતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી માયાવતીએ આક્ષેપ કર્યો હતો કે હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પક્ષ અને ભાજપ વચ્ચે ગુપ્ત જોડાણ ધરાવે છે.

અમરોહા ખાતે ચૂંટણી રેલીને સંબોધતા માયાવતીએ જણાવ્યું હતું કે ગાઝિયાબાદમાં ભાજપના પ્રમુખ રાજનાથ સિંહ સામે સમાજવાદી પક્ષે કોઇ ઉમેદવારને નહી ઉતારીને આ બાબતની સાબિતી આપી દીધી છે.

અમરોહા લોકભાની બેઠકમાં તેમના પક્ષના ઉમેદવાર મૌલાના મૌઉદૂદ મદની માટે ચૂંટણી પ્રચાર કરવા માટે આવેલા માયાવતીએ એનડીએ અને યુપીએ પર તેજાબી પ્રહારો કર્યા હતા. અમરોહા લોકસભાની બેઠક પર અંતિમ તબક્કામાં ૧૩મી મેના દિવસે મતદાન યોજાનાર છે.