રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નમસ્તે ટ્રમ્પ
Written By
Last Updated : બુધવાર, 19 ફેબ્રુઆરી 2020 (12:43 IST)

ટ્રમ્પની મુલાકાતઃ મોટેરા સ્ટેડિયમની આસપાસ 45 પરિવારોને મકાન ખાલી કરવા આદેશ કરાયો

24 ફેબ્રુઆરીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે યજમાની કરનારા નવસર્જીત મોટેરા સ્ટેડીયમ આસપાસ ઝુંપડામાં રહેલા 45 પરિવારોને એ ખાલી કરવા અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશને નોટીસ આપી છે. બાંધકામ મજુરા તરીકે રજીસ્ટર કરાયેલા 200 ઝુંપડપટ્ટીવાસીઓ ધરાવતા આ 24 પરિવારોના દાવા મુજબ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે તેમને બે દસકાથી રહેતા હોવા છતાં પ્લોટ ખાલી કરવા જણાવાયું છે. એએમબીના અધિકારીઓના દાવા મુજબ નોટીસને કાર્યક્રમ માટે કાંઈ લેવાદેવા નથી. ટ્રમ્પ શહેરની મુલાકાત લે ત્યારે માર્ગમાં આવતા સરાણીયા અથવા દેવસરણ સ્લમને ઢાંકવા દીવાલ ચણવામાં આવી એ પછી આ નિર્ણય લેવાયો છે. છેલ્લા 27 વર્ષથી રહેલા 35 વર્ષના તેજા મેટ્રાએ જણાવ્યું હતું કે નોટીસનો હાથોહાથ સ્વીકાર કરવા તેમને કામે ન જવા જણાવાયું હતું. મેડાના જરાવ્યા મુજબ અમે પણ બાંધકામ મજુરો છીએ. અમે મજુર અધિકાર મંચ સાથે રજીસ્ટર્ડ છીએ. અમે દરરોજ સરેરાશ 300 રૂપિયા કમાઈએ છીએ. એએમપીના એસ્યેટ અને ટાઉન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટીસ અપાયેલા 45 પરિવારો મોટેરા સ્ટેડીયમથી 1.5 કી.મી.ના અંતરે રહેતા 65 પરિવારોમાંના છે. નોટીસમાં કોર્પોરેશને દાવો કર્યો છે કે કોર્પોરેશનની આ જમીન પર ઝુંપડાવાસીઓએ પેશકદમી કરી છે અને આ જમીન ટીપ સ્કીમનો ભાગ છે.