ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 24 જુલાઈ 2022 (16:15 IST)

કૃણાલ પંડ્યા અને પંખુડી શર્માના ઘરે એક નાનકડો મહેમાન

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને પંખુડી શર્માના ઘરે એક નાનકડો મહેમાન આવ્યો છે. કૃણાલ પહેલીવાર પિતા બન્યો છે. આ વાતનો ખુલાસો ખુદ કૃણાલ પંડ્યાએ સોશિયલ મીડિયા દ્વારા કર્યો છે અને પુત્રનું નામ પણ આપ્યું છે. 
 
ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહેલા કૃણાલ પંડ્યાએ ટ્વિટર દ્વારા પિતા બનવાની માહિતી શેર કરી છે.