સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :જમ્મુ. , શુક્રવાર, 6 જુલાઈ 2018 (14:54 IST)

અમરનાથ યાત્રા - ફંસાયા હજારો શ્રદ્ધાળુ, ત્રણ ગણા ભાવમાં પી રહ્યા છે પાણી

છેલ્લા 4-5 દિવસથી ચાલી રહેલ વર્ષાથી પહેલગામ-ગુફા માર્ગ વચ્ચે બેસ કૈમ્પોમાં હજારો શ્રદ્ધાળુ ફસાયા છે. પંજતરણી અને ગણેશ ટૉપમાં લગભગ 5000થી વધુ તીર્થયાત્રી ફસાયા છે. સૂત્રો મુજબ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ અને શ્રી અમરનાથજી સાઈન બોર્ડના ચેયરમેન એન.એન વોરા શુક્રવારે આ કૈંપોની મુલાકાત લઈને સ્થિતિ અંગે માહિતી મેળવી શકે છે.  તેને કારણે તેમણે જમ્મુ જવાનો પોગ્રામ કેંસલ કર્યો છે. 
 
પંજાબના બરનાલાથી આવેલ ગૌરવ કુમાર શર્મા, રોહિત કુમાર, વિનીત કુમાર, હરીશ, રાજેશ અને ટિંકૂએ ફોન પર જણાવ્યુ કે તે લોકો છેલ્લા 4 દિવસથી ત્યા ફસાયા છે. તેમણે ચિંતા બતાવતા કહ્યુ કે આ સ્થાન પર શ્રદ્ધાળુઓ માટે લંગર તો લગાવ્યા છે પણ આ ભંડારા સંગઠનો પાસે કરિયાણુ લગભગ ખલાસ થઈ ચુક્યુ છે.  જેને કારણે શ્રદ્ધાળુઓ જો જલ્દી અહીથી ન નીકળ્યા તો તેમને ભૂખ્યા મરવાનો વારો આવી શકે છે. 
 
ટેંટના રેટ બમણા અને પાણી ત્રણગણુ મોંધુ 
 
તીર્થયાત્રીઓએ આરોપ લગાવ્યો કે હવે ટૈટવાળાએ ખોટો ફાયદો ઉઠાવવો શરૂ કરી દીધો છે. ટૈટનો રેટ 300 રૂપિયા નિર્ધારિત છે પણ હવે તેના ભાવ ડબલ કરવામાં આવ્યા છે. આ જ રીતે ગઈકાલ સુધી પાણીની બોટલ 20 રૂપિયામાં વેચાય રહી હતી જ્યારે કે આજે 60 રૂપિયામાં વેચાય રહી છે.