1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (18:49 IST)

Asaduddin Owaisi Vehicle Attacked: અસદુદ્દીન ઓવૈસીનો દાવો - મેરઠ પરત ફરતી વખતે ગાડી પર કરવામાં આવ્યુ 4 રાઉંડ ફાયરિંગ

Asaduddin Owaisi Vehicle Attacked: ઓલ ઈંડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ દાવો કર્યો છે કે મેરઠથી પરત ફરતી વખતે તેમની ગાડી પર ફાયરિંગ કરવામાં આવ્યુ. તેમણે ગાડીઓ પર લાગેલી ગોળીઓના નિશાન શેયર કરતા કહ્યુ "થોડીવાર પહેલા છિજારસી ટોલ ગેટ પર મારી ગાડી પર ગોળીઓ ચલાવાઈ. 4 રાઉંડ ફાયર થયા. અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ  આગળ કહ્યુ કે હુમલાવર 3 થી 4 લોકોનો સમાવેશ હતો. બધા ભાગી ગયા અને હથિયાર ત્યા જ છોડી ગયા. મારી ગાડી પંક્ચર થઈ ગઈ,  પરંતુ બીજી ગાડીમાં બેસીને ત્યાથી નીકળી ગ્યો. અમે બધા સુરક્ષિત છીએ. અલહમદ્દલ લિલાહ"