ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 20 જાન્યુઆરી 2022 (10:40 IST)

Corona and Omicron News : 24 કલાકમાં દેશમાં 3.17 લાખથી વધુ નવા કેસ, ઓમિક્રોનના કેસ 9 હજારને પાર

Corona virus and Omicron Cases Today : દેશમાં કોરોના અને ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. ગયા વર્ષે 15 મે બાદ હવે દેશમાં એક દિવસમાં 3 લાખથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં હજુ પણ સૌથી વધુ કોરોના કેસ છે. દૈનિક મૃત્યુઆંક પણ 350 આસપાસ છે. ઓમિક્રોન વેરિઅન્ટના નવા કેસમાં પણ ઉછાળો આવ્યો છે. 
 
છેલ્લા 24 કલાકમાં 3.17 લાખથી વધુ નવા કેસ
 
દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે દરરોજ નવા કેસ સામે આવતાં કેસોની સંખ્યા હવે 3 લાખને વટાવી ગઈ છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,17,532 નવા કેસ નોંધાયા છે. ઓમિક્રોનના કેસ વધીને 9,285 થઈ ગયા છે.
દેશમાં અત્યાર સુધીમાં 71 કરોડ કોવિડ સેમ્પલની તપાસ કરવામાં આવી છે
 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે બુધવાર સુધીમાં દેશમાં કુલ 70,93,56,830 કોવિડ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી બુધવારે દેશમાં 19,35,180 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
 
મુંબઈમાં વધુ 12 પોલીસકર્મીઓ સંક્રમિત થયા 
 
મુંબઈમાં બુધવારે વધુ 12 પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં 1,246 પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,678 પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 127 પોલીસકર્મીઓના કોરોનાથી મોત થયા છે.