ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 14 મે 2022 (00:50 IST)

Mundka Fire Incident : રાહત અને બચાવ કાર્ય માટે હવે NDRFને સોંપવામાં આવી, અત્યાર સુધીમાં 27ના મોત

delhi fire
Mundka Fire Incident : પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન નજીક સ્થિત ચાર માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં શુક્રવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે અને ઘણા લોકો દાઝી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસની સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગી છે. હવે NDRFની ટીમ પણ પોલીસ અને ફાયર બ્રિગેડની મદદ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી  મોદીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. 
 
શાહે ટ્વીટ કર્યું કે, દિલ્હીના મુંડકામાં આગની ઘટના ખૂબ જ દુઃખદ છે. હું સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું. વહીવટી તંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે. એનડીઆરએફ પણ ટૂંક સમયમાં ત્યાં પહોંચી રહ્યું છે. અમારી પ્રાથમિકતા લોકોને બહાર કાઢવાની અને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાની છે.શુક્રવારે પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે એક બિલ્ડિંગમાં આગ લાગવાથી 27 લોકોના મોત થયા હતા. ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે સંખ્યા વધી શકે છે કારણ કે વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે અને બચાવ કામગીરી ચાલુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આગની આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની બિલ્ડીંગમાં આગ લાગવાને કારણે 27 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 12 લોકો ઘાયલ થયા હતા. આ તમામની સંજય ગાંધી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સમાચાર એજન્સી એએનઆઈએ ડીસીપી, આઉટર ડિસ્ટ્રિક્ટ સમીર શર્માના હવાલાથી કહ્યું કે આગ બે માળ સુધી ફેલાઈ ગઈ હતી. "વિસ્તારની ઘેરાબંધી સાથે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે, 
 
આગ પર કાબૂ મેળવવા માટે 24 ફાયર બિગ્રેડ  ઘટનાસ્થળે હાજર છે. દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ વિશેનો કોલ સાંજે 4:40 વાગ્યે આવ્યો હતો. ડીએફએસના વડા અતુલ ગર્ગે જણાવ્યું હતું કે આગ સૌપ્રથમ મેટ્રો સ્ટેશનના પિલર 544 પાસે લાગી હતી. શરૂઆતમાં 10 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. બાદમાં આગ ઓલવવા માટે અન્ય 14ને મોકલવામાં આવ્યા હતા.
ANIના અહેવાલ મુજબ, દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અસરગ્રસ્ત બિલ્ડીંગનો ઉપયોગ સામાન્ય રીતે કોમર્શિયલ હેતુઓ માટે થતો હતો, જેમ કે કંપનીઓ માટે ઓફિસની જગ્યા પૂરી પાડવા માટે. "આગ બિલ્ડીંગના પહેલા માળેથી શરૂ થઈ હતી, જેમાં સીસીટીવી કેમેરા અને રાઉટર બનાવતી કંપનીની ઓફિસ છે," એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે પેઢીના માલિકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.