શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 30 નવેમ્બર 2018 (15:35 IST)

5 રૂપિયા ખર્ચ કરીને મેળવો PM મોદીને મળવાની તક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દરેક કોઈ મળવા માંગે છે. જો કે સામાન્ય લોકોની પીએમ સુધી પહોંચ સીમિત છે. પણ હવે તેમને મળવુ ખૂબ સહેલુ થઈ ગયુ છે. સામનય નાગરિક હવે માત્ર પાંચ રૂપિયા ખર્ચ કરીને પીએમ મોદી સાથે મુલાકાત કરી શકે છે. 
 
- ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી એપ દ્વારા પીએમ ને મળવુ લોકો માટે સાકાર થઈ શકે છે. આ માટે લોકોને નમો એપ પર જઈને બીજેપીને ડોનેશન આપવુ પડશે.  કોઈપણ નાગરિક 5 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીનુ ડોનેશન આ એપ દ્વારા બીજેપીને આપી શકે છે. જો કે આ ડોનેશનને કર્યા પછી પીએમને મળવા માટે પણ એક શરત છે. 
 
શરત આ પ્રમાણે છે 
 
પાર્ટી ફંડમાં ડોનેશન આપ્યા પછી યૂઝરને એક રેફરલ કોડ મળશે. આ રેફરલ કોડને 100 લોકો સાથે શેયર કરવો પડશે. જો એ 100 લોકો આ રેફરલ કોડની મદદથી ડોનેશન કરે છે તો તમરી મુલાકાત પીએમ મોદી સાથે થઈ શકે છે. બીજી બાજુ જો યૂઝર દ્વારા મોકલાયેલ કોડનો ઉપયોગ ઓછામાં ઓછા 10 લોકો પણ કરે છે તો યૂઝરને નમો ટીશર્ટ અને કૉફી મગ ફ્રી માં મળી શકે છે. 
 
બીજી બાજુ આ ફીચરને લઈને પાર્ટીનુ કહેવુ છે કે પીએમ મોદીને ખૂબ ઓછા લોકો મળી શકે છે. આવામાં આ નવા પ્રયોગ દ્વારા લોકો વચ્ચે પીએમ મોદીનો સંવાદ વધારી શકાશે. તેનાથી લોકોની પીએમ સુધીની પહોંચ વધશે. 
 
આ રીતે કરો ઈંસ્ટોલ 
 
જો તમે પણ પીએમ મોદીને મળવા માંગો છો ત ઓ આ એપને ઈંસ્ટોલ કરવા માંગો છો તો સૌ પહેલા ગૂગલ પ્લે સ્ટોર કે આઈઓએસ પ્લે સ્ટોરમાં આવો. ત્યા નમો એપ કે નરેન્દ્ર મોદી એપ સર્ચ કરો. ત્યારબાદ તેને ઈંસ્ટોલ કરો. પછી તેમા તમને તમારુ રજીસ્ટ્રેશન કરવુ પડશે.  બીજી બાજુ તેમા તમને લોગિન આઈડી અને પાસવર્ડ હશે જેના દ્વારા તમે એપનો ઉપયોગ કરી શકશો.