મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :અમૃતસરઃ , બુધવાર, 4 ડિસેમ્બર 2024 (10:38 IST)

Golden Temple Firing Video - પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખવીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો, ગોળી મારવાનો પ્રયાસ

sukhveer singh badal
sukhveer singh badal
પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને શિરોમણી અકાલી ચીફ સુખબીર સિંહ બાદલ પર અમૃતસરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ અમૃતસરમાં સુવર્ણ મંદિરના પ્રવેશદ્વાર પર એક વ્યક્તિએ શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર ગોળીબાર કર્યો હતો. સ્થળ પર હાજર લોકોએ તે વ્યક્તિને કંટ્રોલ કર્યો હતો. આરોપીને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. સુખબીર સિંહ બાદલ ગોળીબારથી બચી ગયા હતા.
 
હુમલાનો વીડિયો આવ્યો સામે 

આરોપીની ઓળખ ગુરદાસપુરના ડેરાબાબા નાનકના રહેવાસી નારાયણ સિંહ ચૌધરી તરીકે થઈ છે. તે દલ ખાલસાનો સભ્ય છે. 2013માં UAPAમાં ધરપકડ કરવામાં આવી હતી. ફાયરિંગનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નારાયણ સિંહ ગુસ્સામાં ગોલ્ડન ટેમ્પલના ગેટ સુધી પહોંચે છે. જ્યારે તે સુખબીર બાદલ પાસે પહોંચ્યો ત્યારે તેણે કમર નીચે છુપાયેલી બંદૂક કાઢી અને ફાયરિંગ શરૂ કર્યું.
 
સુખબીર સિંહ બાદલની સુરક્ષા માટે તૈનાત કેટલાક સૈનિકોએ હુમલાખોરને તરત જ શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી. વીડિયોમાં જોવા મળે છે કે ગોળી સુખબીર સિંહ બાદલને નિશાન બનાવી હતી પરંતુ તે ચૂકી ગઈ અને મંદિરના ગેટ પર વાગી.