1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat weather updates - As the temperature increases in Gujarat, the cold will decrease

Gujarat weather - ગુજરાતમાં તાપમાન વધતા ઠંડીમાં થશે ઘટાડો

Gujarat weather updates
આગામી 4 દિવસ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે અને ત્યારબાદ તાપમાન સ્થિર રહેશે.
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનનો પારો ઊંચકાતા ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વિગતો મુજબ 2 થી અઢી ડીગ્રી તાપમાન વધતા ઠંડી ઘટી છે. આ તરફ રાતે ઠંડી જ્યારે બપોરે ગરમી જેવો માહોલ રહ્યો છે. આ તરફ કચ્છના નલિયામાં લઘુતમ તાપમાન 12 ડીગ્રી રહ્યુ છે. આ સાથે કંડલા એરપોર્ટ અને ડીસામાં 14.6 ડીગ્રી તાપમાન રહ્યું તો અમદાવાદમાં લઘુતમ તાપમાન 18.6 ડીગ્રી રહ્યુ છે. 
આગળનો લેખ
કાકા અને ભત્રીજા ઘરે બેઠા દારૂ પીતા હતા, પછી તેમની વચ્ચે મોટી અને નાની પેગ બનાવવા બાબતે બોલાચાલી થઈ, મૃત્યુ થઈ