બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (14:22 IST)

ભારત સરકારે જારી કરી ચેતવણી, ગૂગલ ક્રોમ યુઝર્સ સાવધાન રહે

Google Chrome એ વિશ્વના સૌથી લોકપ્રિય બ્રાઉઝર્સ માંનું એક છે, જે ઇન્ટરનેટ Google દ્વારા ઓફર કરવામાં આવે છે. વેબ બ્રાઉઝર ભારતમાં કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન બંને પર લાખો લોકો માટે તે પસંદગીની વિક્લ્પ છે. બ્રાઉઝરની લોકપ્રિયતા  પણ તેને હેકર્સ માટે સંભવિત લક્ષ્ય બનાવે છે.ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In), સાયબર સુરક્ષાના જોખમો સાથે કામ કરતી સરકારી એજન્સીએ તાજેતરમાં ગૂગલ ક્રોમ માટે એક ચેતવણી નોટ જારી કરી છે.
 
તમને જણાવી દઈએ કે ગૂગલ ક્રોમ યુઝર્સ માટે જારી કરવામાં આવેલ આ સરકારી ચેતવણી  એવા યુઝર્સ માટે છે જે ગૂગલ ક્રોમના વર્ઝન 98.0.4758.80 પહેલા વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે. જે લોકો કદાચ તેના પહેલાના વર્ઝનનો ઉપયોગ કરતા હશે, આ ચેતવણી ખાસ કરીને તે જ લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે કારણ કે તે અટેકર્સનું જોખમ વધારે છે.
 
તમને જણાવી દઈએ કે ગૂગલ ક્રોમના જૂના વર્ઝનનો ઉપયોગ કરનારા યુઝર્સ જોખમમાં હોઈ શકે છે. સરકાર દ્વારા જારી કરાયેલી નોટમાં કહેવામાં આવ્યું છે કે ક્રોમ બ્રાઉઝરમાં ઘણા સમસ્યાઓ જોવા મળી છે. વેબ એપ, યુઝર ઈન્ટરફેસ, સ્ક્રીન કેપ્ચર, ફાઈલ API, ઓટોફિલ અને ડેવલપર ટૂલ્સ જેવી કેટલીક ખામીઓ ઓળખવામાં આવી છે.