બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 22 ડિસેમ્બર 2023 (12:25 IST)

ફરી માસ્ક પહેરવાનો આવી ગયો સમય?

India Covid Update: કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. શુક્રવારે માત્ર કેરળમાં 265 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યારે 2997થી વધારે એક્ટિવ કેસ છે જેમાં એકલા કેરળામાં 2600 થી વધારે કેસ આવ્યા છે. 
 
કર્ણાટક, તમિલનાડુ અને ગોવામાં પણ ચિંતા વધવા લાગી છે કારણ કે કર્ણાટકમાં પણ તાજેતરમાં કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. 
 
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ગુજરાતમાં કોરોનાના 13 કેસ એક્ટિવ હોવાનું ગઈકાલે કેબિનેટની બેઠક બાદ જણાવ્યું હતું. ત્યારે હવે અમદાવાદમાં ગઈકાલે સાત કેસ નોંધાયા હતાં ત્યારે આજે વધુ 6 કેસ નોંધાયા છે. શહેરના નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં કેસ નોંધાતા શહેરનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.
 
અમદાવાદમાં આજે ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ સંક્રમિત થયા છે. આથી એક્ટિવ કેસની સંખ્યા 13 પર પહોંચી છે. ગુજરાતમાં ગઇકાલ સુધીમાં 13 જેટલા એક્ટિવ કેસ હતા જેમાં અમદાવાદમાં સાત કેસ નોંધાયા હતા. શહેરના જોધપુર, પાલડી અને ઘાટલોડિયામાં કેસ નોંધાયા હતા.