મહારાષ્ટ્રના અંબરનાથમાં એક વ્યક્તિ પર હુમલો
મહારાષ્ટ્રના અંબરનાથમાં ભાજપના પૂર્વ કાઉન્સિલર રોહિત મહાડિક પર 5 થી 7 અજાણ્યા લોકોએ તલવાર વડે હુમલો કર્યો હતો. ઓફિસમાં હાજર કામદારો પર પણ તલવારો વડે હુમલો કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હુમલાખોરોએ ઓફિસમાં હાજર કામદારો પર કોઈ પણ જાતના ડર વગર તલવારો વડે હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું અને કામદારો ખુરશીની મદદથી પોતાને બચાવતા રહ્યા હતા.
હુમલા બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. અંબરનાથના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે માસ્ક પહેરેલા હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.