શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 18 ડિસેમ્બર 2021 (23:17 IST)

Video - પંજાબ સુવર્ણ મંદિરમાં યુવકે પવિત્ર ગ્રંથને અપવિત્ર કરવાની કરી કોશિશ, ભીડ દ્વારા માર મારતા આરોપીનુ મોત

પંજાબ (Punjab)ના અમૃતસરના શ્રી હરમંદિર સાહિબ (સુવર્ણ મંદિર) માં શનિવારે બેઅદબી કરવાની કોશિશ કરી. જો કે મામલામાં એસજીપીસી કર્મચારી ગ્રિલ ઓળંગીને અંદર ઘુસેલા આરોપી યુવકને પકડી લીધો. પછી ભીડ તરફથી કરવામાં આવેલ મારપીટને કારણે તેનુ મોત થઈ ગયુ.   માહિતી મુજબ શનિવારે સાંજે લગભગ 6 વાગે રહિરાસ સાહિબ પાઠ દરમિયાન યુવકે ગેરવર્તણૂક કરવાની કોશિશ કરી. 

 
આરોપી યુવકે ગ્રીલ પર ચઢીને પ્રવેશ કર્યો હતો અને પવિત્ર ગ્રંથની સામે મુકેલી કિરપાણ લેવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સ્થળ પર હાજર એસજીપીસીના જવાનોએ યુવકને પકડી લીધો હતો. બાદમાં ટોળાએ આરોપીને જોરદાર માર માર્યો હતો.  માર મારવાને કારણે આરોપી યુવકનું મોત થયું હતું. ઘટનાની માહિતી મળતાં જ શીખ સંગઠનો ત્યાં પહોંચી ગયા અને ઘટના પર નારાજગી વ્યક્ત કરવાનું શરૂ કર્યું. જો કે આ દરમિયાન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લાશને પોતાના કબજામાં લીધી હતી.