શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 26 મે 2018 (10:42 IST)

CM યોગી ચપ્પલોથી મારવા જોઈએ - ઉદ્ધવ ઠાકરે

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતાના 25 વર્ષ જૂના સહયોગી દળ બીજેપી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લઈને નિવેદન આપ્યુ છે. ઉદ્ધવએ બીજેપી સાથે પોતાના 25 વર્ષ જૂના સહયોગને દુર્ભાગ્યપૂર્ણ બતાવ્યુ છે. 
 
ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે અમને અફસોસ છે કે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સહયોગી રહ્યા છે. એટલુ જ નહી ઠાકરેએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તો ચપ્પલોથી મારવા સુધીની વાત કરી નાખી.   ઉલ્લેખની છે કે શિવસેના પ્રમુખ યૂપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા વિરારમાં શિવાજીની પ્રતિમા પર માલ્યાર્પણ કરવા દરમિયાન તેમના દ્વારા પહેરી રાખેલ ખડાઉથી નારાજ હતા. ઉદ્ધવે કહ્યુ કે ઈશ્વરની પ્રતિમા સામે જતા પહેલા ખડાઉ ઉતારવી તેમના પ્રતિ સન્માન બતાવે છે  પણ  યૂપીના સીએમે આવુ ન કર્યુ. 
 
જેથી ઉદ્ધવ ઠાકરેએ શિવાજીનુ અપમાન બતાવતા સીએમ યોગીને ચપ્પલોથી મારવાની વાત કરી. એટલુ જ નહી ઉદ્ધવ ઠાકરે એ બીજેપી પર આરોપ લગાવતા કહ્યુ કે સત્તામાં આવ્યા પછી બીજેપી અહંકારી થઈ ગઈ છે. 
 
ઉદ્ધવ ઠાકરે આટલેથી જ રોકાયા નહી.. તેમના પિતા બાલ ઠાકરેને બીજેપીના ખરામ કર્મોને હંમેશા સહન કર્યુ હતુ પણ તેઓ આવુ નહી કરે.  ઉલ્લેખનીય છે કે શિવ સેના હિંદુત્વના મુદ્દાને લઈને છેલ્લા 25 વર્ષથી બીજેપીને સાથે હતી.  પણ છેલ્લા કેટલાક સમય પહેલા શિવસેનાએ ખુદને બીજેપીથી અલગ કરી લીધુ છે. જ્યારબાદથી જ બંને દળ વચ્ચે જુબાની જંગ તેજ થઈ ગઈ છે.