રવિવાર, 5 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: પૂર્ણિયા. , શુક્રવાર, 3 ઑક્ટોબર 2025 (12:13 IST)

પૂર્ણિયામાં મોટી દુર્ઘટના, વંદે ભારત ટ્રેન સાથે અથડાતા ચારના મોત

purniya vande bharat
purniya vande bharat
પૂર્ણિયાના ગામમાં વંદે ભારત ટ્રેનની ટક્કર વાગતા ચાર લોકોના મોત થયા. જ્યારે કે કેટલાક લોકો ઘયલ બતાવાય રહ્યા છે. ઘાયલોને જીએમસી મોકલવામાં આવ્યા છે. બીજી બાજુ રેલવે પોલીસે લાશના પરિચિતોને લઈને તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના ગામમા રેલ્વે ક્રોસિંગની પાસે ની બતાવાય રહી છે. મૃતકોમાં બધાની વય 18 થી 25 વર્ષની બતાવાય રહી છે.  
 
સવારે 5 વાગે થઈ દુર્ઘટના  
વંદે ભારત ટ્રેન જોગબનીથી શરૂ થઈને પાટલિપુત્ર સુધી જઈ રહી હતી. આ ટ્રેન ગામ પાસેથી સવારે લગભગ  5:00  વાગે પસાર થઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની છે. હાલ એ માહિતી મળી નથી કે આ દુર્ઘટના પાછળ શુ કારણ છે.  શુ રેલવે ક્રોસિંગ કર્મચારીની બેદરકારી છે કે પછી આ લોકોએ હાઈ સ્પીડ ટ્રેનને નજરઅંદાજ કરી ક્રોસિંગ પાર કરવાનો પ્રયત્ન કર્યો છે.  
 
તપાસ પછી સામે આવશે દુર્ઘટનાનુ કારણ  
 રેલવે અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. ઘટનાનું સાચું કારણ તપાસ બાદ જ બહાર આવશે. નોંધનીય છે કે જોગબની અને પાટલીપુત્ર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન એક હાઇ-સ્પીડ ટ્રેન છે. તેની ગતિ લગભગ 130 કિમી પ્રતિ કલાક છે. તેથી, જ્યારે પણ આ ટ્રેન પસાર થાય છે, ત્યારે નજીકના લોકો સતર્ક થઈ જાય છે.
 
જોગબનીથી પાટલીપુત્ર તરફ દોડતી આ ટ્રેન કસ્બા રેલ્વે ક્રોસિંગ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. તમામ મૃતકોની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે.