શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. નવરાત્રોત્સવ
  4. »
  5. નવરાત્રી આલેખ
Written By વેબ દુનિયા|

નવરાત્રિ ઘટસ્થાપના મુહુર્ત 2013

શારદીય નવરાત્રિ ઘટસ્થાપના મુહુર્ત 2013

P.R


ઘટસ્થાપના અર્થાત ળશ સ્થાપના એ નવરાત્રિની એક ધાર્મિક પ્રક્રિયા છે. આ વર્ષે દુર્ગા નવરાત્રિ 5 ઓક્ટોબર 2013 થી 13 ઓક્ટોબર સુધીની છે. ળશ સ્થાપના પ્રતિપ્રદાના રોજ અર્થાત 5 ઓક્ટોબર 2013ના રોજ કરાશે.

કળશ મતલબ એક માટીનો ઘડો અને સ્થાપના મતલબ એક નિશ્ચિત સ્થાન પર તેને નવ દિવસ સુધી મુકવો. આ ઘડામાં પાણી ભરવામાં આવે કે પછી કેટલાક લોકો ગરબી (કાણાવાળો ઘડો) મુકે છે અને તેમા નવ દિવસની અખંડ જ્યોત પ્રગટાવે છે. આ જ્યોત કે પાણીને દુર્ગાના પ્રતિક રૂપે માનવામાં આવે છે. આ કળશ પવિત્ર સ્થાન કે પૂજાઘરમાં મુકવામાં આવે છે અને નવ દિવસ સુધી તેની પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે જ્વારા ઉગાડે છે.

ઘટસ્થાપના મુહુર્ત

આ વર્ષે ઘટસ્થાપનાનું શુભ મુહુર્ત 5 ઓક્ટોબર 2013ના રોજ આ પ્રમાણે છે.

સવારે શુભ ચોઘડિયા મુજબ 6:00 થી 7:28 વાગ્યા સુધી
અને અભિજીત મુહુર્ત બપોરે 12:03 થી 12:50 સુધી

આગળ ઘટસ્થાપનાનું મહત્વ

P.R


કળશ સ્થાપના એ માં દુર્ગાનું તમારા ઘરમાં આગમનનું પ્રતિક ગણાય છે. આ એક શુદ્ધતા અને શુકન ગણાય છે. કળશ સ્થાપના કરવાથી ઘરમાં સકારાત્મકતા અને ખુશીઓનું આગમન થાય છે.

જ્વારા કે ઘઉં રોપવા - બીજ આપણને અનાજ આપે છે. નવરાત્રિમાં બીજ રોપવા (જ્વારા ઉગાડવા)એ તમારા ઘરની સુખ સંપત્તિ વધવાનુ પ્રતિક ગણાય છે. (જે રીતે જ્વારા વધે એ રીતે તમારા ઘરની સુખ-શાંતિ વધે એમ કહેવાય છે)


ઘટસ્થાપનાની સરળ વિધિ

- નવરાત્રિ શરૂ થતા પહેલા તમારા ઘરમાં સારી રીતે સાફ સફાઈ કરો
- સવારે જલ્દી ઉઠી નિત્ય કાર્યથી પરવારી ઘટસ્થાપના કરવાના સ્થળને ગંગાજળ છાંટી શુદ્ધ કરો અને ડેકોરેટ કરો.
- કળશને સાફ કરી પાણીથી ભરો અને ભગવાનની સામે મુકો, તમે તાંબાનો કે ચાંદીનો કળશ પણ વાપરી શકો છો.
- હવે કળશમાં શુદ્ધ પાણી ભરો, તેની ઉપર આસોપાલવ કે કેરીના ઝાડના પાન મુકો અને તેની પર નારિયળ મુકો.
- હવે કળશની ઉપર લાલ દોરો બાંધો.
- હવે બાગની માટી લાવીને કળશની આસપાસ નાખો અને તેમા થોડા અનાજના બીજ નાખી દો. તમે આ માટે કોઈ વાસણનો પણ ઉપયોગ કરી શકો છો.
- સવાર સાંજ આરતી કરી દિપક પ્રગટાવો, તમે અખંડ જ્યોત પણ પ્રગટાવી શકો છો.
- દુર્ગા દેવીને ચુંદડી, ફુલ, પાન, ચોખા, હળદર, કંકુ, ચંદન અને બીજી પૂજા સામ્રગી ચઢાવો.
- મંત્ર વડે કે માતાના 108 નામનું સ્મરણ કરો.
- હવે આરતી કરીને મા દુર્ગાને પ્રસાદ અર્પણ કરો.