મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. માતાજીના જાણીતા શક્તિપીઠ
Written By
Last Updated : બુધવાર, 4 ઑક્ટોબર 2023 (17:09 IST)

માતાજીના 51 શક્તિપીઠ: ચટ્ટલ ભવાની શક્તિપીઠ-3

Chattal Bhavani Shaktipeeth Chittagong Bangladesh- દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે.  તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં મનસા 
દાક્ષાયણી કૈલાશ માનસરોવર શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
 
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા.  જ્યારે ભગવાન 
 
શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું.  બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને 
 
વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ. 
 
ચટ્ટલ ભવાની : ચટ્ટલ શક્તિપીઠ 51 શક્તિપીઠો માંથી એક છે. બાંગ્લાદેશમાં ચિટ્ટાગૌંગ જીલ્લાથી 38 કિલોમીટર દૂર સીતાકુંડ સ્ટેશનની પાસે સમુદ્રતટથી 350 મીટરની ઊંચાઈએ ચંદ્રનાથ પર્વત પર છત્રાલ ( ચટ્ટલ) માં સતીની જમણી ભુજા પડી હતી. તેની શક્તિ ભવાની છે અને ભૈરવ ચંદ્રશેખર કહેવાય છે. અહીં ચંદ્રશેખર શિવનું મંદિર પણ છે. સીતાકુંડ અહીં નજીકમાં છે,અહીં વ્યાસકુંડ, સૂર્યકુંડ, બ્રહ્મકુંડ, બડવ કુંડ, લવણાક્ષ તીર્થ, સહસ્ત્રધારા, જનકોટી શિવ પણ છે. બડાવ કુંડમાંથી સતત આગ નીકળતી રહે છે.