બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. ધર્મ યાત્રા
  3. ધાર્મિક યાત્રા
Written By
Last Updated : બુધવાર, 11 જાન્યુઆરી 2023 (11:40 IST)

ગુજરાતના 10 પ્રખ્યાત મંદિર

Top 10 famous temples in gujarat

સોમનાથ મંદિર વેરાવળ 

સૌરાષ્ટ્રે સોમનાથ મહાદેવ..."સાક્ષાત શિવ સ્વરૂપ ભગવાન સોમેશ્વરનું ભવ્યાતીભવ્ય મંદિર ગુજરાતમાં જૂનાગઢનાં દરિયા કિનારે આવેલું છે. પુરાણકથા અનુસાર સોમ-ચંદ્રદેવે આ મંદિરને સોનાનું, રાવણે ચાંદીનું, કૃષ્‍ણ ભગવાને લાકડાનું અને રાજા ભીમદેવે પથ્થરનું બંધાવ્યું હતું. વર્તમાન સમયનું જે મંદિર છે, તેનું બાંધકામ વર્ષ 1950માં શરૂ થયું હતું.

સોમનાથ મહાદેવનું મંદિર ભારતનાં મંદિરોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ભગવાન સોમનાથ જે સત્યયુગમાં ભૈરવેશ્વર તરીકે, ત્રેતા યુગમાં શ્રાવણીકેશ્વર તરીકે અને દ્વાપરયુગમાં શ્રીગલેશ્વર તરીકે ઓળખાયા હતા. તેમના મહિમાનું સ્મારક તરીકે બાંધવામાં આવેલું આ સોમનાથ સાતમું મંદિર છે. 


સોમનાથના ઈતિહાસની જાણકારી માટે ક્લિક કરો ...

સૌરાષ્ટ્રના શ્રી સોમનાથ મહાદેવ


દ્વારકા - મોક્ષની નગરી

dwarka
હાલમાં ગોમતી તટે ચાલીસ મીટર ઉંચા, સાત ઝરૂખા અને 72 સ્તંભોવાળા જગત મંદિરની અંદર લગભગ એક મીટર ઉંચી શ્યામ આરસની શ્રી કૃષ્ણની ચતુર્ભુજ પ્રતિમા ચાંદીના સુંદર સિંહાસન પર વિરાજમાન છે. અહીંયા મંદિરની ધજાને દિવસમાં ત્રણ વખત બદલવામાં આવે છે. એક હજાર કરતાં વધારે વર્ષ પહેલાં સ્થપાયેલ આ પવિત્ર મંદિરનાં દર્શનાર્થે દેશના ચારે ખુણેથી યાત્રાળુઓ આવે છે. મુખ્ય મંદિરની આસપાસએવી જ શૈલીના અન્ય મંદિરોમાં (1) અનિરુધ્ધજી, (2) પુરૂષોત્તમજી, (3) દેવકીજી, (4) વેણીમાધવ, (5) બલરામજી વગેરે દેવસ્થાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત છેલ્લાં 500 વર્ષની અંદર બંધાયેલ સુદામા મંદિર, ગાયત્રી મંદિર, શારદાપીઠ તેમજ અંબાજી, સરસ્વતી વગેરેના મંદિરો અહીં છે. 


સમય જાણવા માટે ક્લિક કરો .... 

દ્વારકાધીશ મંદિરમાં દર્શનનો સમય ધ્યાન રાખો 

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ છે. પાવાગઢ મહાકાળી માતાજીની યાત્રાના સ્થળ તરીકે વિશ્વપ્રસિદ્ધ છે. આ સ્થળ પર્વતની ટોચ પર દરિયાઈ સપાટીથી 2730 ફૂટ ઉંચે આવેલું છે. ત્યાં પહોચવા માટે રોપ-વેની પણ સુવિધા છે જેની આસપાસનું વાતાવરણ ખુબ જ સુંદર અને મનમોહક છે. 
કોટેશ્વર મંદિર 

ગુજરાત રાજયના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં કોટેશવર આવેલ છે. લખપત તાલુકામાં ભારત - પાકિસ્તાનની સરહદે આ ગામ આવેલું છે. સમુદ્રકાંઠે આવેલું આ સ્થળ રણ વચ્ચે વસાયેલું છે. તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે.ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રિય સરહદ આવેલી છે. સામા કાંઠે કરાચી આવેલું હોવાથી અહીંથી રાત્રે ત્યાંનો પ્રકાશ પણ નિહાળી શકાય છે. મંદિરની પાસે જ સીમા સુરક્ષા દળની ચોકી આવેલી છે.
 
કોટેશ્વરની કથા રાવણની કથાથી શરૂ થાય છે. રાવણને તેની સખત તપસ્યાના ફળરૂપે શિવે વરદાન આપ્યું હતું. મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું, પરંતુ રાવણે અહંકારમાં ઉતાવળે શિવલિંગને જમીન પર મુકી દીધું અને તે કોટેશ્વરની જમીન પર પડ્યું. રાવણને તેની બેદરકારીની સજારૂપે શિવલિંગે તેના જેવા હજારો (અને કથાના કેટલાક પાઠાંતર પ્રમાણે, લાખો, કરોડો. ટૂંકમાં અસંખ્ય.) લિંગો સર્જ્યા. મૂળ શિવલિંગને ઓળખવામાં અસમર્થ રાવણે એક લિંગ ઉઠાવી લીધું અને ચાલવા માંડ્યો. મૂળ લિંગ ત્યાંનું ત્યાંજ રહી ગયું. જ્યાં કોટેશ્વરનું મંદિર બન્યું.

 


​​અક્ષરધામ
akshardham
અક્ષરધામગુજરાતનું સૌથી પ્રસિધ્ધ અને વિશાળ મંદિર છે. ગાંધીનગરમાં આવેલ આ મંદિરની સ્થાપના 2જી નવેમ્બર 1992ના રોજ કરવામાં આવી હતી અને આનું બાંધકામ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીનગરની 23 એકર જમીનમાં બંધાયેલ આ મંદિરમાં ગુલાબી પથ્થરનો ઉપયોગ થયેલ છે અને તે 108 ફુટ ઉંચુ બાંધવામાં આવેલ છે. તેનું બાંધકામ કરવા માટે 6000 ટન પથ્થરનો ઉપયોગ થયેલ છે. આ મંદિર સંપુર્ણ વાસ્તુશાસ્ત્ર મુજબ બાંધવામાં આવેલ છે અને તેની અંદર લોખંડનો ઉપયોગ ક્યાંય પણ કરવામાં આવેલ નથી. 
 
આનું નિર્માણ 97 શિલ્પકૃતિ થાંભલાઓ, એક જ પથ્થરમાંથી બનેલ 210 મોભ, 57 જાળીદાર બારીઓ, આઠ ઝરૂખાઓ વગેરેથી થયેલ છે. મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણની 1.2 ટનની સોનાથી મઢેલી મૂર્તિ છે. આ મૂર્તિ 7 ફૂટ ઉંચી છે. તેમની ડાબી બાજુમાં ગોપાલનંદ સ્વામી અને જમણી બાજુએ ગુણીતાનંદની પ્રતિમાઓ છે જે તેમના અનુયાયીઓ હતાં.
 
અક્ષરધામ’ સાંસ્‍કૃતિક સંકુલમાં આધુનિક અને પરંપરાગત મૂલ્‍યોનો સમન્‍વય જોવા મળે છે. આપણા ધાર્મિકગ્રંથો રામાયણ - મહાભારતના પ્રસંગો જેવા કે સીતાહરણ, શ્રવણના માતુ-પિતૃ ભક્તિ, હસ્‍તિનાપુરના મહેલમાં પાંડવોની ચોપાટની રમતમાં કૌરવો સાથેની પાંડવોની હાર વગેરે પ્રસંગોની રજુઆત જીવંત અને વાસ્‍તવિકતાની પ્રતિતી કરાવે છે. ઉપરાંત પંપાસરોવર ખાતે શ્રીરામની વાટ જોતી ભીલ નારી શબરી તથા કોરવોની સભામાં દ્રૌપદીના ચિરહરણના પ્રસંગો મુલાકાતીઓના હ્યદયને સ્‍પર્શી જાય છે.
 
 વેદો, મહાકાવ્યો અને પુરાણોની કથાઓને તેના પ્રદર્શનમાં મુકેલા છે. તેના બધા જ ચિત્રો પણ અહીં કંડારવામાં કરવામાં આવેલ છે. અત્યાર સુધી આ મંદિરની મુલાકાત લાખો શ્રધ્ધાળુઓ લઈ ચુક્યા છે. પીકનીક માટે ખુબ જ ઉત્તમ સ્થળ છે. અહીં સારૂ એવું પ્રદર્શન પણ ગોઠવવામાં આવેલ છે જેની અંદર આખો દિવસ આરામથી પસાર થઈ શકે છે. 
 
અહીં પહોચવા માટે સૌથી નજીકનું હવાઈમથક અમદાવાદ છે. ગાંધીનગર અને અમદાવાદથી ઘણી રેલ્વે છે તો રેલ્વે દ્વારા પણ જઈ શકાય છે. વળી અહીં જવા માટે બસની પણ સારી એવી વ્યવસ્થા છે.
 

અંબાજી 


ભારતમાં 51 શક્તિપીઠોમાં 12 શક્તિપીઠો મુખ્ય છે. ઉજ્જૈનમાં ભગવતી મહાકાલી, મહાશક્તિ,કન્યાકુમારીમાં માતા કામાક્ષી કાંચીપૂરમ, બ્રહ્મારંભા મલયગીરી, કુમારિકા, ગુજરાતના ઉત્તરમાં આરાસુરવાળી માઁ અંબા અને પૂર્વમાં પાવાગઢવાળી મહાકાળી માઁ, કોલ્હાપુરમાં મહાલક્ષ્મી, પ્રયાગમાં દેવી લલિતા, વારાણસીમાં વિદ્યાવ્યાસીની વિંધ્યમાં વિશાલક્ષી, ગયામાં મંગલા દેવી. ભારતમાં 51 શક્તિપીઠ બનવા પાછળ એક પ્રાચિન કથા છૂપાયેલી છે. રાજા દક્ષે યજ્ઞ કર્યો અને તેમાં શંકરને આમંત્રણ ન આપ્યું. છતાં સતી પોતાના પિતાને ત્યાં આમંત્રણ વગર ગયાં ત્યાં શંકરનું સ્થાપન નહીં જોતા સતીને ક્રોધ થયોને પોતે યજ્ઞ કૂંડમાં પડયા. આ સમયે સતીની સાથે આવેલા શંકરના ગણોમાં વીરભદ્રે દક્ષનું મસ્તક કાપીને યજ્ઞ કૂંડમાં નાંખ્યું અને ત્રિલોકનો નાશ કરવા તૈયાર થયો. જેથી બ્રહ્માદી દેવો શંકરના શરણે ગયા અને ભગવાન શંકર પછી દક્ષને ત્યાં આવ્યા. દક્ષનું મસ્તક તો કૂંડમાં પડી ગયું હતું, પરંતુ બકરાનું મસ્તક સાંધીને દક્ષને સજીવન કર્યા. દક્ષે ભગવાન શંકરની માફી માંગી. આ પછી કૂંડમાં પડેલા સતીના શબને ખમ્બા પર નાખીને ચિતે ભમવા લાગ્યા. તે સમયે બ્રહ્માદી દેવોને ચિંતા થઇ અને વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે સતીના શબને પાછળથી કાપવા લાગ્યા. આ સતીના શબના ટૂકડા જ્યાં જ્યાં પડયા ત્યાં ત્યાં શંકર ભગવાન દેવી શક્તિ સાથે મૂર્તિ દ્વારા પ્રસન્ન થયા. જેમાં સતીનો હાડનો ભાગ ગુજરાતની ઉત્તર દિશામાં બનાસકાંઠા જિલ્લાની અરવલ્લી પર્વતમાળાની અર્બુદાગિરીની બાજુના ડુંગર પર પડયો હોવાથી માતાના નામ પરથી આ ગામનું નામ અંબાજી પડયું હતું અને ત્યાં માઁ અંબા આજે પણ બિરાજમાન છે. શક્તિપીઠોમાં ગુજરાતના અંબાજીના અંબામાં ખૂબજ પ્રસિદ્ધ છે. 

ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લિક કરો..... 

ફોટા જોવા માટે ક્લિક કરો... 
<font "="">અમદાવાદથી લગભગ 100 કિ.મી. ના અંતરે આવેલુ આ પવિત્ર ધામ ગુજરાત સહિત દુનિયાભરના શ્રધ્ધાળુઓ માટે આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે કળયુગમાં દેવીના અને ગણપતિના ઉપાસકો વધુ હશે. 
માઉંટ ગિરનાર 

વળી આ હિંદુ અને જૈન બંને માટે પવિત્ર છે કેમકે બંને ધર્મના મંદિરો આ પર્વત પર આવેલ છે. અહીં ભગવાન નેમિનાથનું મંદિર ખુબ જ પ્રખ્યાત છે જેનું બાંધકામ 1958 પહેલાં થયું હતું. આ મંદિરની અંદર ભગવાન નેમિનાથની કાળા આરસની પ્રતિમા છે જેમની આંખો રત્નથી જડવામાં આવી છે. ત્યાંથી થોડાક ઉપર ચડતાં અંબાજી માતાનું ખુબ જ સુંદર મંદિર આવેલ છે. ત્યાંથી આગળ મલ્લિનાથ મંદિર આવેલ છે જે વસ્તુપાળ અને તેજપાળ દ્વારા બંધાવવામાં આવ્યું છે. સૌથી ટોચ પર દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. અહીંયા ભગવાન પાર્શ્વનાથનું મંદિર પણ છે. 

દર વર્ષે લાખો લોકો ગિરનાર પર્વતની પરિક્રમા કરે છે. ગિરનાર પર ચડવા માટે સવારનો સમય સૌથી અનુકૂળ રહે છે અને આખો ગિરનાર ચડીને આવતાં લગભગ 5 થી 7 કલાક લાગે છે. આ સિવાય ગિરનારની અંદર ભતૃહરિની ગુફા, સોરઠ મહેલ, સૂર્ય કુંડ, ભીમ કુંડ વગેરે જોવા લાયક સ્થળો છે. અહીંયા એક ગૌમુખી કુંડ પણ આવેલ છે જેની અંદર ઝરણાંમાંથી પાણી આવે છે. 

અહીં પહોચવા માટે સૌથી નજીકનું હવાઈ મથક જૂનાગઢ છે 35 કિ.મી. ના અંતરે આવેલ છે. રેલ્વે માર્ગ દ્વારા પણ અહીં જઈ શકાય છે જે ગિરનાર એક્સપ્રેસ મુંબઈને જોડે છે. સડક માર્ગ દ્વારા જવા માટે અહીં ખાનગી અને રાજ્ય સરકારની બસો પણ ઉપલબ્ધ છે. 
નારાયણ સરોવર 
નારાયણ સરોવર ગુજરાતના પ્રખ્યાત મંદિરોમાં થી એક છે.  પ્રાચીન કોટેશ્વર મંદિર અહીંથી ચાર કિમી દૂર છે. ભાગવત માં વર્ણવેલા પાંચ પવિત્ર તળાવોમાંનું આ એક તળાવ છે. નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર. પૌરાણીક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી. આથી આ સ્થળને હિંદુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે. 
 
તળાવની વાસ્તુકળા પ્રાચીન અને સુંદર છે.લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરોને દ્વારકા મંદિર જેવી શૈલિથી જ બનાવાયા છે. બાકીના પાંચ મંદિરો ૧૭૮૦-૯૦માં વાઘેલી મહાકુંવર નામના રાવ દેશળજીના રાણી દ્વારા બનાવાયા છે.  અને તે પછી કલ્યાણરાયનું મંદિર બંધાવાયું.અહીં યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ પણ ઉપલબ્ધ છે.
 
સિદ્ઘપુર-ગુજરાત, નારાયણ સરોવર-કચ્છ-ગુજરાત, પંપા સરોવર-કર્ણાટક, પુષ્કર સરોવર ના જૂથને 'પંચ સરોવર' કહેવાય છે.કારતક મહિનાની અગિયારસથી પૂનમ સુધી અહીં મેળો ભરાય છે .

જામનગર પાસે આવેલ આ ખોડીયાર માં નું મંદિર છે. ખિજાણા મંદિર 
 

ડાકોરજી


ગુજરાતમાં સૌને વ્હાલા કોઈ ભગવાન હોય તો એ છે તેમનો કાનુડો. આ કાનુડાનું જ એક મંદિર છે ડાકોર. આ મંદિર ગુજરાતમાં વડોદરાથી 45 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર પાછળ પણ એક વાર્તા છે. જે પહેલા ડંકપુરના નામે ઓળખાતું હતું, ત્યાં એક કૃષ્ણ ભક્ત ભોળાનાથ રહેતો હતો જે દર પુનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને ભગવાનના દર્શનાર્થે જતો હતો. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ. ભોળાનાથે બધાને વાત કરી. દ્વારકાના પૂજારીઓને આ એકદમ આવનારા પરિવર્તનથી ખૂબ તકલીફ થઈ. તેમણે એક યુક્તિ આજમાવી કે જો ડાકોરમાં મૂર્તિ લઈ જવી હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતાં હતાં કે ભોળાનાથ ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહી શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે.

ભોળાનાથ પાસે સોનાના નામે તેની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાળી હતી. જ્યારે મૂર્તિની સામે ત્રાજવામાં તેને મકવામાં આવી ત્યારે તેનું અને મૂર્તિનુ વજન બરાબર થયું. આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમા થયું આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલા દ્વારકામાં હતી.