મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. ભારતના પ્રધાનમંત્રી
Written By
Last Updated : શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2024 (17:17 IST)

ચૌધરી ચરણસિંહ : ગામડા, ગરીબ અને ખેડૂતોનો અવાજ

charan singh
ગામડા, ગરીબો અને ખેડૂતોના શોષણની સામે અવાજ ઉંચો કરનારા ચૌધરી ચરણસિંહ પોતાની જાતને એક વડાપ્રધાન કરતા વધારે તો એક ખેડૂત અને સામાજિક કાર્યકર જ માનતા હતા. ખેડૂતોના હિતમાં તેમના પ્રયત્નોને હંમેશા આવકાર મળ્યો છે. ભારતના પાંચમા વડાપ્રધાન ચરણસિંહની વ્યક્તિગત છાપ ઉચ્ચ વિચારોમાં વિશ્વાસ રખતા એક ગ્રામીણ વ્યક્તિની હતી. જમીનની હદબંધી કાયદો તેમના કાર્યકળની મુખ્ય વિશેષતા હતી.
 
પ્રારંભિક જીવન : તેમનો જન્મ ૨૩મી ડીસેમ્બર ૧૯૦૨ના રોજ ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લાના નૂરપુર ગામે થયો હતો. તેઓ જાટ સમુદાયમાંથી આવતા હોવાથી ચરણસિંહના પૂર્વજ નાહરસિંહે ૧૮૫૭ની પ્રથમ ક્રાંતિમાં ભાગ લીધો હતો. નાહરસિંહ વલ્લભગઢ જિલ્લાના રહેવાસી હતા જે આજે હરિયાણામાં આવે છે.
 
રાજનૈતિક જીવન : આઝાદી પૂર્વે ઉત્તરપ્રદેશમાં છત્રવાલી વિધાનસભા મતવિસ્તારમાંથી ચૌધરી ૯ વર્ષો સુધી ધારાસભ્ય હતાં. દેશની આઝાદી પછી ૧૯૫૨, ૧૯૬૨ અને ૧૯૬૭ માં યોજાયેલી રાજ વિધાનસભાની ચૂંટણીઓમાં તેઓ પુન: ચૂંટાઈ આવ્યા હતા. ડૉ. સંપૂર્ણાનંદના મુખ્યમંત્રી સમયમમાં તેમને નાણા અને કૃષિ વિભાગની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. ૧૯૬૦માં ચંદ્રભાનુ ગુપ્તાની સરકારમાં તેમને ગૃહ તથા કૃષિ મંત્રાલય આપવામાં આવેલું. તેઓ કોંગ્રેસ અને લોકદળન મુખ્ય અગ્રણી હતા.
 
૧૯૭૭માં વડાપ્રધાન બન્યા : કટોકટી પુરી થયા બાદ ૧૯૭૭ની જનરલ ચૂંટણીઓ બાદ કેન્દ્રમાં જનતા પાર્ટીની સત્તામાં આવી ત્યારે જયપ્રકાશ નારાયણના સહયોગથી મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા હતા અને ચરણસિંહને દેશના ગૃહમંત્રી બનાવવામાં આવેલા. ત્યાર બાદ મોરારજી અને ચરણસિંહના મતભેદો એકદમ સામે આવી ગયા અને ત્યારે ચરણસિંહ તા. ૨૮મી જુલાઈ ૧૯૭૯ના રોજ સમાજવાદી પક્ષો અને કોંગ્રેસ(યુ)ના ટેકાથી વડાપ્રધાન પદ મેળવવામાં સફળ થયા હતા. વડાપ્રધન બન્યા બાદ ખેડૂતો અને આમ જનતા માટે તેમણે ઘણા પગલાં લીધા હતાં. ચરણસિંહ ૨૮મી જુલાઈ ૧૯૭૯ થી ૧૪મી જાન્યુઆરી ૧૯૮૦ સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા.
 
વિશેષ : તેમનું લક્ષ્ય ભારતના સર્વે ખેડૂતોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનું હતું. તેમન દિલમાં ખેડૂતો પ્રત્યે ખુબ જ હમદર્દી હતી. તેમની જાણિતી રચનામાં – ‘એબોલિશન ઓફ જમીનદારી’, ‘ભારત કી ભયાવહ આર્થિક સ્થિતિ, ઈસકે કારણ ઔર નિદાન’, ‘લિજંડ પ્રોપરાઈટરશીપ’ અને ‘ઈન્ડિયાઝ પોવર્ટી એન્ડ ઇટ્સ સોલ્યુશન્સ’ નો સમાવેશ થતો હતો. તેઓ હિંદી, અંગ્રેજીની સાથે સાથે ઉર્દૂના પણ ખુબ જાણકાર હતા.