ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વિધાનસભા ચૂંટણી 2023
  3. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023
Written By
Last Modified: ગુરુવાર, 30 નવેમ્બર 2023 (13:54 IST)

Rajasthan Election 2023 Exit Poll: રાજસ્થાનમાં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં મળશે સંકેત, જાણો ક્યારે આવશે અને ક્યા દેખાશે

rajsthan
rajsthan
Rajasthan Chutani 2023 Exit Poll: રાજસ્થાન વિધાનસભા ચૂંટનીમાં લોકો પરિણામ પહેલા એક્ઝિટ પોલની આતુરતાથી રાહ જોઈ  રહ્યા છે. 3 ડિસેમ્બરના રોજ આવનારા ચૂંટણી પરિણામ પહેલા જ એક્ઝિટ પોલ ઈશારો કરી દેશે કે રાજસ્થાનમાં કોની સરકાર બનવા જઈ રહી છે. અત્યાર સુધીના એક્ઝિટ પોલના આંકડા પર વિશ્વાસ કરીએ તો મોટાભાગના એક્ઝિટ પોલના પરિણામો અસલી પરિણામ સાથે મેળ ખાય છે. મતલબ  હવે રાજસ્થાનના લોકો પણ એક્ઝિટ પોલના આધાર પર જાણી લેશે કે મરુધરામાં કોની સરકાર બનશે. વોટિંગ પહેલા સામે આવેલ ઓપિનિયન પોલ પહેલા જ ભારતીય જનતા પાર્ટીનુ પલડુ ભારે બતાવી રહ્યા છે.  જો કે હવે જોવાનુ રહેશે કે એક્ઝિટ પોલ અશોક ગહલોત સરકાર ફરીથી રિપીટ થવા જઈ રહી છે કે રિવાજ કાયમ રહેવાનો છે. 
 
મતદાન પુરુ થવાની સાથે જ એક્ઝિટ પોલ 
ભારત ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરવાની સાથે જ 7 નવેમ્બરથી 30 નવેમ્બર ની સાંજ સુધી  એક્ઝિટ પોલ પર રોક લગાવી દીધી હતી.  ગુરૂવારે 30 નવેમ્બરના રોજ તેલંગાના વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનુ છે. મતદાન પ્રક્રિયા પુરી થતા જ એટલે ચૂંટણી પંચની રોક હટતા જ એક્ઝિટ પોલ સામે આવવા શરૂ થશે. આજે સાંજે 6 વાગ્યા પછી ટીવી ચેનલ્સ પર એક્ઝિટ પોલ સામે આવશે. 
 
રાજસ્થાનની 199 સીટો પર મતદાન પછી હવે રાજ કે રિવાજ બદલવાની રાહ 
 રાજસ્થાનની 199 વિધાનસભા સીટો પર 25 નવેમ્બરના રોજ મતદાન થવાનુ છે. એક ચરણમાં થયેલ આ મતદાન પછી 3 ડિસેમ્બરના રોજ મતગણતરીની સાથે જ ચૂંટણી પરિણામ સામે આવશે. સત્તાધારી કોંગ્રેસ પાર્ટી રાજસ્થાનમાં દર પાંચ વર્ષ પછી સરકાર બદલવાનો રિવાજ બદલવાની આશા લગાવીને બેસી છે. બીજી બાજુ બીજેપીને વિશ્વાસ છે કે જનતા તેમની સાથે છે અને રાજસ્થાનમાં રાજ બદલવાનુ છે.