શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 ડિસેમ્બર 2020 (16:36 IST)

દુધ દોહવાના મશીનમાં શોર્ટસર્કિટ થતાં 11 ગાયોના મોત, એક ગાયની કિંમત હતી સવા લાખ રૂપિયા

પાલનપુર તાલુકાના કોટડા ભાખર ગામમાં સોમવારે મશીનથી દૂધ નિકાળતી વખતે કરંટ લાગવાથી 11 ગાયોના મોત થયા છે. દુર્ઘટના મશીનમાં શોર્ટ સર્કિટના લીધે થઇ છે. જ્યારે પશુપાલકના પગમાં ચંપલ હોવાથી તેનો જીવ બચી ગયો હતો. દુર્ઘટના બાદ મશીન બનાવનાર કંપની UGVCL અને બનાસ ડેરીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પશુપાલકે મશીન બનાવનાર કંપની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 
 
રામસંગભાઇના જણાવ્યા અનુસાર તેમના તબેલામાં ગાયોને દોહવા માટે મશીન લગાવવામાં આવ્યા છે. પાંચ મિનિટમાં 11 ગાયોમાંથી દૂધ કાઢી લેવામાં આવ્યું હતું. 4 ગાયોમાંથી દૂધ કાઢવાનું બાકી હતું. ત્યારે લોખંડની જાળી પર રાખવામાં આવેલા મશીનમાં શોર્ટ સર્કિટ થઇ અને જેના કારણે લોખંદની જાળીમાંથી કરંટ તમામ જગ્યાએ ફેલાઇ ગયો. 
 
પશુપાલકે જણાવ્યું કે તેમના પગમાં ચંપલ હોવાથી તે બચી ગયા. પરંતુ 11 ગાયો લોખંડની સાંકળ વડે બાંધેલી હતી. જેના કારણે તેમના ગળામાંથી આખા શરીરમાં કરંટ ઉતરી ગયો. રામસંગ ભાઇ થોડીવાર માટે કશું જ સમજી શકે તે પહેલાં જ ત્રણથી ચાર મિનિટમાં જ ગયો તડપીને નીચે પડી ગઇ. 
 
રામસંગભાઇએ જણાવ્યું હતું કે ગાયોને દોહવાનું મશીન બનાવનાર કંપનીના અધિકારી ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે મશીનની તપાસ કરી, ત્યારબાદ શોર્ટ સર્કિટના કારણે ગાયોને કરંટ લાગ્યો. સવા લાખની કિંમતની એક ગાયના હિસાબે નુકસાનની ભરપાઇ માટે ફરિયાદ નોંધાવી છે.