શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (16:19 IST)

પાલનપુરમાં મકાન ધરાશાયી થતા 11 મજૂરો દટાયા,ત્રણનાં મોત

પાલનપુર તાલુકાનાં સેજલપુરા ગામે આજે એક કાચુ મકાન જર્જરિત થતા મકાનની દીવાલ ધરાશાયી થતા 11 લોકો મકાનના કાટમાળમાં દટાયા હતા. જેમાંથી 3 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં બે બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે.આ દટાયેલા લોકોને કલાકોની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યાં છે. ઇજાગ્રસ્તોને 108 દ્વારા પાલનપુર સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

આ દુર્ઘટનાની જાણ થતા પાલનપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ, પોલીસ અને મામલતદાર ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.મળતી માહિતી પ્રમાણે, સેજલપુરા ગામની જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થતાં તેમાં રહેલા મજૂરો અને બાળકો દટાયા હતા. ત્યાં બચાવ કામગીરી ચાલી રહી છે