ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 16 સપ્ટેમ્બર 2024 (15:29 IST)

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

Bhavnagar hospital
ગુજરાતના ભાવનગરમાં એક ખાનગી હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં દાખલ થવા પર તબીબને પગરખાં ઉતારવાનું કહેતાં ત્રણ લોકોએ તેને માર માર્યો હતો. પોલીસે રવિવારે આ જાણકારી આપી.
 
એક અધિકારીએ જણાવ્યું કે પોલીસે શનિવારે સિહોર શહેરની શ્રેયા હોસ્પિટલમાં થયેલા હુમલામાં સામેલ ત્રણ લોકોની ધરપકડ કરી છે.
 
તેમણે જણાવ્યુ કે આ ઘટના 12 સપ્ટેમ્બરના રોજ બની. જ્યારે આરોપી એક મહિલાની સારવાર કરાવવા હોસ્પિટલ આ આવ્યા હતા.  જેના માથા પર વાગ્યુ હતુ. 
 
પ્રાથમિકીમાં કહેવામા આવ્યુ છે કે જ્યારે તેમણે કટોકટીના કક્ષમાં પ્રવેશ કર્યો. તો ચિકિત્સકે તેમને ચંપલ ઉતારવાનુ કહ્યુ ત્યારબાદ તેમને ડોક્ટર અને ત્યા હાજર  હોસ્પિટલના કર્મચારીઓ સાથે દુર્વ્યવ્હાર કયો.
 
 તેમાં કહેવામાં આવ્યું છે કે હુમલાખોરોએ ડૉ. જયદીપ સિંહ ગોહિલ (33)ને માર મારવાનું શરૂ કર્યું, જેના કારણે તેઓ ઘાયલ થયા. રૂમમાં રાખેલી દવાઓ અને અન્ય સાધનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
 
FIRમાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓએ ડોક્ટરને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
 
અધિકારીએ જણાવ્યું કે આરોપી હિરેન ડાંગર, ભવદીપ ડાંગર અને કૌશિક કુવાડિયાની ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.