રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 15 ઑક્ટોબર 2023 (12:26 IST)

સ્કૂલમાં ગરબા રમવા ગયેલી 23 વર્ષની યુવતીનું હ્રદયરોગના હુમલાથી મોત

heart attack vs cardiac arrest
મહેસાણાની સ્કૂલમાં ગરબા રમવા ગયેલી 23 વર્ષની યુવતીનું હ્રદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે.
 
ગુજરાતમાં ગરબા રમતા રમતા વધુ એકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. મહેસાણાની સ્કૂલમાં ગરબા રમવા ગયેલી 23 વર્ષની યુવતીનું હ્રદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે.

મળતી માહિતી અનુસાર, મહેસાણાના દેદિયાસનની આર.જે.સ્કૂલમાં શનિવારે પ્રિ-નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આર.જે સ્કૂલમાં ઋચિકા શાહ (ઉં.વ 23) નામના શિક્ષિકા પણ કાર્યક્રમમાં ગયા હતા. સ્કૂલમાં ગરબા રમ્યા બાદ તેમની તબિયત અચાનક જ બગડી હતી. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું