સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 ઑક્ટોબર 2023 (14:21 IST)

ભારત-પાકિસ્તાન મેચ પર રમાશે આશરે 5 હજાર કરોડથી વધુનો સટ્ટો, જાણો કઈ ટીમ છે હોટ ફેવરિટ

cricket betting
વર્લ્ડકપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેગા મુકાબલો રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાનારી મેચને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ભારત પાકિસ્તાનની મેચને લઇને કરોડો ક્રિકેટ પ્રેમીઓએ સાથે સટ્ટો રમતા સટ્ટોડિયા અને બુકીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત પાકિસ્તાનની મેચના સટ્ટાબજારમાં શરૂઆતના ટ્રેન્ડથી જ ભારતની ટીમ હોટ ફેવરીટ છે. 

આ મેચમાં સટ્ટાનો આંક પાંચ હજાર કરોડને પાર થવાની શક્યતા પણ વધી છે.  સૌથી વધારે સટ્ટો ડીસા અને ભાભરની લાઇનથી બુક કરવામાં આવી રહ્યો છે.  આ ઉપરાંત, નાના સટ્ટોડિયાઓ પાસેથી સટ્ટો બુક કરાવવા માટે મોબાઇલ ફોનથી સટ્ટો રમાડતા યુવકોની સંખ્યા પણ વધી છે. ભારત પાકિસ્તાનની મેચને લઇને ક્રિકેટ સટ્ટા પર પણ સૌ કોઇની નજર છે. સટ્ટાબજારમાં ભારતની ટીમ જીત માટે હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે. જેમાં હારજીત પર શરૂ થયેલા સટ્ટામાં ભારત તરફે સૌથી વધારે 75  ટકાથી વધારે સટ્ટો છે. જ્યારે પાકિસ્તાનની જીતની શક્યતા 25  ટકા જેટલી અંદાજવામાં આવી છે. આ સાથે મેચના ટોટલ સ્કોર, 300 થી વધારે સ્કોર અને પાવર પ્લેમાં સૌથી વધારે રન તેમજ અલગ અલગ સેશન પર પણ સટ્ટો ભારતની તરફેણમાં છે. 

સામાન્ય રીતે જ્યારે ભારતની હોમગ્રાઉન્ડ પર મેચ હોય ત્યારે  મેચ ફીક્સ કરીને જીતની તક વધારવામાં આવે છે.  તેમાં પણ પાકિસ્તાન સામેની મેચમાં ભારત પર જીતનુ દબાણ હોય છે તે માટે  અને કરોડો રૂપિયા કમાવવા માટે બુકીઓ દ્વારા ઉપરથી  જ મેચ ફીક્સ કરી દેવામાં આવી હોવાથી પણ ભારતને હોટ ફેવરીટ માનવામાં આવી રહ્યું છે.