સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 સપ્ટેમ્બર 2022 (08:55 IST)

વડોદરામાં 42 એકરમાં આવતા વર્ષે રેડી થઈ જશે નવું ક્રિકેટ સ્ટેડિયમ,

વડોદરાના બરોડા ક્રિકેટ એસોસિયેશનનું પોતાનું ક્રિકેટ સ્ટેડિયમ હોવાનું સપનું 84 વર્ષો બાદ પૂરું થવા જઈ રહ્યું છે. વડોદરાથી 21 કિલોમીટર દૂર વાઘોડિયા તાલુકાના કોટંબી ગામ નજીક જાંબુડીયાપુરા ગામની સીમમાં 43 એકર જમીનમાં રૂપિયા 150 કરોડના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ આકાર લઈ રહ્યું છે
 
કોટંબી સ્ટેડિયમનું જે 80 ટકા જેટલું કામ પૂર્ણ થઇ ગયું છે. એટલે IPLની કોઈ ટીમ આપણી સાથે ટાઇઅપ કરે અને વડોદરામાં મેચ રમાડે એ ટીમની ફ્રેન્ચાઇઝી પર નિર્ભર હોય છે. પરંતુ, ICCની વન ડે મેચ 2023માં વડોદરામાં રમાશે એવી અમને ચોક્કસ આશા છે.