ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 22 માર્ચ 2024 (18:13 IST)

ગુજરાતની 6 આયુર્વેદ કોલેજોની માન્યતા રદ્દ કરવામાં આવી

ayurvedik colleges ahmedabad
ayurvedik colleges ahmedabad


ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ રાજ્યની ઘણી આયુર્વેદિક કોલેજોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કડક પગલાં લીધા છે. યુનિવર્સિટીએ આ વર્ષે અમદાવાદ, ગાંધીનગર, કલોલ, મહિસાગર, આણંદ અને ગોધરા જિલ્લામાં આવેલી 6 આયુર્વેદ કોલેજોનું જોડાણ રદ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદની એક સરકારી કોલેજનો સમાવેશ થાય છે.

સામાન્ય રીતે સરકારી કોલેજોમાં આવી કડક કાર્યવાહી ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ અમદાવાદની સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજમાં ઓપીડી અને આઈપીડી ત્રણ અલગ-અલગ જગ્યાઓ હોવાથી જોડાણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. અખંડાનંદ આયુર્વેદ કોલેજ સિવાય બાકીની પાંચ સેલ્ફ ફાયનાન્સ કોલેજોનું જોડાણ
Ayurveda colleges
Ayurveda colleges

રદ કરવામાં આવ્યું છે. જે કોલેજોનું જોડાણ રદ કરવામાં આવ્યું છે તેમાં સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ, અમદાવાદ, શ્રી બાલા હનુમાન આયુર્વેદ કોલેજ, ગાંધીનગર, અનન્યા કોલેજ ઓફ આયુર્વેદ, કલોલ, ધન્વન્તરી આયુર્વેદ કોલેજ - હોસ્પિટલ, મહિસાગર, ભાર્ગવ આયુર્વેદ કોલેજ, આણંદ, જય જલારામ આયુર્વેદિક મેડિકલ કોલેજ ગોધરાનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કુલ 29 આયુર્વેદ કોલેજો કાર્યરત છે, જેમાં 2400 બેઠકો ઉપલબ્ધ છે. પરંતુ 6 આયુર્વેદ કોલેજોનું જોડાણ રદ કર્યા બાદ હવે ભવિષ્યમાં રાજ્યની માત્ર 23 આયુર્વેદ કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. 6 આયુર્વેદ કોલેજોનું જોડાણ રદ થવાને કારણે રાજ્યમાં આયુર્વેદ ક્ષેત્રની 330 બેઠકો ઘટી છે.