રાજ્યના વકીલો અન્ય નોકરી-ધંધા પણ કરી શકશે, વકીલોની આવક બંધ થતાં નિર્ણય

Last Modified સોમવાર, 22 જૂન 2020 (14:24 IST)

કોરોના મહામારીને કારણે ગુજરાતમાં ધંધા રોજગાર પર ભારે અસર થઈ છે. રાજ્યમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉન બાદ મોટાભાગના ધંધા તથા નોકરીઓ પર બેરોજગારીની અસર થઈ છે. અનેક સેક્ટર્સમાં લોકો મોટી બેરોજગારીને સહન કરી રહ્યાં છે, ત્યારે ગુજરાતના 75 હજાર જેટલા વકિલોની આર્થિક સ્થિતિ પણ કફોડી બની છે. લૉકડાઉનમાં કોર્ટ બંધ થતાં વકિલોની રોજગારી પર પણ અનેક પ્રકારની અસરો જોવા મળી છે.
મહામારી કોરોનાને કારણે લાગુ થયેલા લોકડાઉન બાદ રાજ્યભરના 75 હજાર જેટલા વકીલોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. કોરોનાને લીધે અનેક વકીલોની પ્રેક્ટિસ બંધ થતા તેમની આવક બંધ થઇ ગઈ છે. જેને કારણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વકીલોને અન્ય નોકરી ધંધા કરવા માટે છૂટ આપવામાં આવી છે. આમ વકીલોને એડવોકેટ એક્ટ 35માંથી મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણયને પગલે 31 ડિસેમ્બર 2020 સુધી એડવોકેટ પોતાના વ્યવસાય સિવાય અન્ય નોકરી ધંધા કરી શકશે.આ પણ વાંચો :