શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 ડિસેમ્બર 2021 (09:40 IST)

અમદાવાદ બાદ હવે રાજકોટમાં 4 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, શિક્ષણ વિભાગ અને RTO દોડતું થયુ

બાળકો માટેની વેક્સીન હજુ સુધી આવી નથી. પરંતુ ત્રીજી લહેરમાં કોરોના બાળકોને પોતાની ચપેટમાં લઇ રહ્યો છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં બાળકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. સુરત, વડોદરા, વલસાડ, રાજકોટ બાદ હવે અમદાવાદની શાળાઓમાં બાળકો કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં પહેલીવાર કોરોનાના કેસો બાળકોમાં નોંધાયા હતા. અમદાવાદની બે સ્કૂલમાં કુલ 4 બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા મળી આવ્યા હતા. ત્યારબાદ હવે રાજકોટની શાળામાંથી 4 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 
 
અમદાવાદ હવે રાજકોટની શાળામાંથી 4 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતાં કલેક્ટરે શિક્ષણ વિભાગ અને આરટીઓને દોડતું કરી દીધું છે. રાજકોટ આરટીઓ દ્રારા સ્કૂલ વાન અટકાવી નિયમ વિરૂદ્ધ વિદ્યાર્થીઓને બેસાડતા વાન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. શિક્ષણ વિભાગ દ્રારા સવારથી જ શાળામાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. શાળામાં કોવિડ નિયમ્ન પાલનને લઇન અલગ અલગ અધિકારીઓ દ્રારા શાળામાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ડીઇઓ દ્રારા 6 ટીમો બનાવી શાળામાં ચેકિંગ હાથ શરૂ કરી દેવામાં આવ્યું છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 51 કેસ નોંધાયા છે અને સામે 55 દર્દી સાજા થયા છે. રાજ્યમાં આજે પણ કોરોના વાયરસના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી.  રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 817874 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10101 નોંધાયો છે. રાજ્યમાં એક્ટિવ કેસો 571 છે જેમાં 4 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 567 દર્દીઓ સ્ટેબલ છે.
 
જેલ વહીવટીતંત્રએ ઈ-મુલાકાત માટેની નિ:શુલ્ક સુવિધા શરુ કરી
કોવીડ 19 નું સંક્રમણ વધે નહીં તે માટે તકેદારીના ભાગરુપે હાલ જેલના કેદીઓની તેમના કુટુંબીજનો સાથેની પ્રત્યક્ષ મુલાકાત બંધ કરવામાં આવી છે, તેમ ગુજરાત રાજ્ય જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીની અખબાર યાદીમાં જણાવાયું છે. જો કે, આ યાદીમાં જણાવ્યા અનુસાર કેદીઓને તેઓના કુટુંબીજનોના સંપર્કમાં રહી શકે તે માટે કેદીઓને ટેલિફોનીક વાતચીત અને ઈ-મુલાકાત /વીડિયો કોન્ફરન્સિંગની નિશુલ્ક સુવિધા પૂરી પાડવામાં આવે છે. 
 
વડોદરામાં  4 કે તેથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ
ત્યારે વડોદરા પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં શહેરમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 21 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી આ જાહેરનામું લાગૂ રહેશે. કોરોના મહામારી અને આગામી દિવસોમાં આવનાર તહેવારોના પહેલાં આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત જાહેર સ્થળો સભા યોજવી નહી, તેમજ સરઘસ કાઢવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.