રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 જૂન 2018 (12:01 IST)

અમદાવાદમાં પહેલાં જ વરસાદમા રિસર્ફેસ કરાયેલો રોડ ધોવાઈ ગયો,

રાજ્યમાં વરસાદની પધરામણી થઈ ગઈ છે. ત્યારે અમદાવાદમાં ખાબકેલા વરસાદે ફરીવાર જાણે વિકાસને ગાંડો કર્યો હોય એમ તંત્રની પોલ ખોલી નાંખી હતી. શહેરના પૂર્વમાં બાપુનગર, ગોમતીપુર, રખિયાલ, હાટકેશ્વર, ખોખરા, જશોદાનગર, સીટીએમ, રબારી કૉલોની તો પશ્ચિમમાં વેજલપુર, જીવરાજ, આંબાવાડી સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.બીજી તરફ આવતા મહિને શહેરમાં નીકળનારી 141મી રથયાત્રા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારી શરૂ કરી દેવાઈ હતી, જેના ભાગરૂપે રથયાત્રાના રૂટમાં આવતા રસ્તાઓને રિસર્ફેસ કરવામાં આવ્યા હતા, પરંતુ રવિવારે સવારે પડેલા વરસાદમાં આ રસ્તા ધોવાઈ ગયા હતા. સરસપુરમાં રિસર્ફેસ કરાયેલા રસ્તા પર વરસાદને કારણે ખાડા પડી ગયા હતા, તો કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જવાને લીધે રસ્તો બેસી ગયો હતો.