સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 મે 2022 (19:26 IST)

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અઢી કરોડનું કેટામાઇન ડ્રગ્સ ઝડપ્યું

Crime Branch seized 2.5 crore ketamine drugs
કોઇ પાર્ટીમાં જતી યુવતી એકલી હોય અથવા કોઇના ટાર્ગેટ પર હોય ત્યારે તેની સાથે કોઇ પણ ખરાબ કૃત્ય કરવા માટે વપરાતુ ડ્રગ્સ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ઝડપી લીધુ છે. આ સમગ્ર રેકેટના તાર છેક અમેરીકા સુધી પહોચતા હતા. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને કસ્ટમ વિભાગે કેટામાઇન ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે.

આ ડ્રગ્સની આંતરાષ્ટ્રીય બજારમાં અઢી કરોડ જેટલી કિંમત થવા જાય છે. બીજી તરફ પોસ્ટમાં આ ડ્રગ્સ રાજસ્થાનથી નવસારી અને ત્યાથી યુએસએ જવાનુ હતુ એટલે આ ડ્રગ્સની લાઇનના કનેકશન ગુજરાત અને રાજસ્થાનમાં ઉડે સુધી ઉતરેલા હોવાની વિગત સામે આવી છે.અમદાવાદ ક્રાઇમ બ્રાંચના DCP ચૈતન્ય માંડલીકે જણાવ્યુ હતુ કS, ક્રાઇમ બ્રાંચ અને કસ્ટમ વિભાગે સાથે મળીને કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ ઝડપી પાડ્યુ છે. આ ડ્રગ્સ પોસ્ટ મારફતે અમેરિકા જવાનુ હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારામાં અઢી કરોડ જેટલી કિંમત થાય છે. આ ડ્રગ્સ પુસ્કરના એક વ્યક્તિએ મોકલ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. જેની ટુંક સમયમાં ધરપકડ કરવા માટે પ્રયાસો શરુ કરી દીધા છે.આ ડ્રગ્સને પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાય છે. જેનો વિદેશમાં અને ભારતમાં જ્યા રેવ પાર્ટી યોજાય છે ત્યાં આ ડ્રગ્સનો ઉપયોગ થાય છે. આ ડ્રગ્સ સામાન્ય રીતે કોઇ યુવતીના કોલ્ડડ્રિંકમાં નાખી દેવામાં આવે છે. જેના બાદ યુવતી અર્ધ બેભાન કે સામે વાળા વ્યક્તિના તાબે થઇ જાય છે. આ પાર્ટીમાં જે યુવતીઓ તાબે ન થાય તેમની કોલ્ડડ્રિંકમાં આ ભેળવીને તેમનું શારીરીક શોષણ કરવામાં આવે છે. આ યુવતીઓ ભાનમાં આવે ત્યા સુધી તેમનુ સર્વસ્વ લૂંટાઇ ગયુ હોય છે.વિદેશમાં ઉપયોગમાં લેવાતા આ ડ્રગ્સનો હવે ભારતમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે.બીજી તરફ આ ડ્રગ્સ ભારતથી USA જતુ હતુ જે પણ એક નવાઇ પમાડે તેવી વાત છે. કારણ કે વિદેશમાંથી પહેલા ડ્રગ્સ ભારતમાં આવતુ હતું. હવે ભારતમાંથી વિદેશમાં ડ્રગ્સ જઇ રહ્યુ છે.આ ડ્રગ્સ ન પકડાય તે માટે અથાણા ,ગરમ મસાલાની વચ્ચે ડ્રગ્સ સંતાડાયુ હતુ. જેથી આ ડ્રગ્સની સ્મેલ સ્નિફર ડોગને આવી શકે નહી.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા હવે આ અગાઉ પણ ડ્રગ્સ આ રુટ મારફતે ગયુ હોવાની તપાસ હાથ ધરી છે. આરોપીની ઘરપકડ બાદ આ સમગ્ર રેકેટમાં સામેલ લોકોની સંડોવણી બહાર આવશે તેનુ ક્રાઇમબ્રાંચના અધિકારીઓ જણાવી રહ્યા છે.