સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 મે 2021 (11:04 IST)

પેઇડ વેક્સિનેશનના વિવાદનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો, AMC રાતોરાત લીધો આ નિર્ણય

અમદાવાદના GMDC ગ્રાઉન્ટમાં 1 હજારના વહીવટી ચાર્જ સાથે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. વેક્સીન લેવા માટે વહેલી સવારથી ગાડીઓની કતાર લાગી હતી. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એપોલો હોસ્પિટલના ડ્રાઈવ-થ્રુ વેક્સિનેશન સેન્ટર પર લોકો રૂ.1 હજાર ખર્ચીને પણ 6 કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા હતા. 
 
જો કે GMDC ગ્રાઉન્ટમાં શરૂ કરવામાં આવેલી વેક્સીનેશન પ્રક્રિયા સામે સવાલો ઉઠી હતા. તંત્ર દ્વારા ફ્રી વેક્સિનેશન કરવામાં આવતું હતું ત્યારે લોકોને રજીસ્ટ્રેશન કે સ્લોટ બુક થઇ રહ્યા નથી. હવે તે જ વેબસાઇટ પર ચાર્જ ચુકવો તો સરળતાથી રજીસ્ટ્રેશન પણ થઇ જાય છે અને ઝડપથી વેક્સિન પણ મળી જાય છે. 
 
મોટાભાગના લોકોએ કહ્યું હતું કે કોવિન એપ્લિકેશન પર સ્લોટ મળતા ન હોવાથી આખરે રસી માટે પૈસા ખર્ચવા મજબૂર છીએ. આ અંગે વિવાદ સર્જાયો છે. સમગ્ર રસી વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. તો આ તરફ કોંગ્રેસે પણ માંગણી હતી કે લોકોને મફતમાં વેક્સીન આપવી જોઇએ. 
 
ત્યારે પેઈડ વેક્સિન મુદ્દે વિવાદ થતાં મ્યુનિ.એ એપોલોના ડ્રાઈવ-થ્રુ વેક્સિનેશન સાથેનું જોડાણ રદ કર્યું છે. આ ઉપરાંત પીપીપી ધોરણે વેક્સિનેશન અંગેના બોર્ડ પણ ઉતારી લીધા હતા. અધિકારીઓના આ નિર્ણયથી ગાંધીનગર સુધી રજૂઆત થતાં જોડાણ રદ કરવું પડ્યું હતું. ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં એપોલોએ દરેક લાભાર્થી પાસેથી 1000 જેટલી રકમ વસૂલી છે. આ સ્થળે 679 જેટલા લોકોએ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન સેન્ટર પરથી રસી મુકાવી હતી. જે પેટે એક જ દિવસમાં એપોલોને રૂ. 6.79 લાખ જેટલી આવક થઇ છે.