શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 27 ઑગસ્ટ 2020 (14:26 IST)

અમદાવાદમાં AMTSની બસ ખાડામાં, એક મોટી દુર્ઘટના ટળી

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આજે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ તૂટી ગયા છે ત્યારે મોટા અકસ્માતો થાય તે સ્વાભાવિક છે. અમદાવાદના રસ્તાઓની વાસ્તવિકતાની રજૂ કરતી આજે એક ઘટના બની હતી. પરંતુ સદ્દનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
એએમટીએસની 501 નંબરની બસ ઉજાલા સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ તરફ આવી રહી હતી. એએમટીએસની 501 નંબરની બસ સાથે અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાઈવર લાલજીભાઈએ જણાવ્યું કે, ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હતી. બસ ખાબકી ત્યારે ત્યાં બેરિકેડ ન હતું. ત્યારે બસ સીધી આવીને ખાડામાં ખાબકી હતી. જોકે, બસની સ્પીડ 30 જેટલી હોવાથી કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. પરંતુ બેથી ત્રણ મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બસ કાઢી લેવા માં આવી છે.