મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 જૂન 2019 (12:16 IST)

ફીક્સ પગારની માંગે લઇ રાજકોટ જિલ્લાના આશાવર્કર બહેનોની રેલી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આશાવર્કર બહેનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો જ્યારે હવે ફરીવાર તેઓ સરકાર સામે સુત્રોચ્ચાર કરી રહ્યાં છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ જિલ્લાના આશાવર્કર બહેનો દ્વારા શહેરના હોસ્પિટલ ચોક ખાતેથી ફીક્સ પગારની માંગ સાથે રેલી નીકળી હતી. જે કલેક્ટર કચેરી સુધી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો જોડાયા હતા અને સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ટાકીને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આશા ફેસીલીએટરોને 2018ના ઓક્ટોબરથી જ કેન્દ્ર સરકાર રૂપિયા 6 હજાર મળતા હતા અને રાજ્ય તરફથી ફેબ્રુઆરીના બજેટમાં હાલ મળતા. વેતનમાં 1 એપ્રિલથી 2 હજારનો વધારો જાહેર કરાયો હતો. જે મુજબ આજની તારીખ સુધી તે વધારો ચૂકવાયો નથી અને જૂના ભથ્થા પ્રમાણે 6 હજાર જ ચૂકવવામાં આવે છે. વધારાનો તફાવત ચૂકવવાની માંગ કરી હતી.