શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 જૂન 2021 (20:32 IST)

ગુજરાતમાં ભાજપે મિશન 2022ની તૈયારીઓ શરૂ કરી દીધી,પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ગુજરાત ભાજપના નેતાઓ સાથે બેઠક થઈ

ભાજપે મિશન 2022ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ 2022ની વિધાનસભા ચૂંટણી અને સંગઠન તથા સરકાર વચ્ચે સંકલન સાધવા માટે પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતમાં સરકાર અને સંગઠનના આગેવાનો સાથે બેઠકો કરી રહ્યા છે. ગાંધીનગરના સેક્ટર-19માં GIDCના ચેરમેનના બંગ્લોમાં પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની આગેવાની હેઠળ ભાજપની મહત્વની બેઠક યોજાઈ છે. જેમાં 25 જેટલા પ્રદેશના આગેવાનો-મંત્રીઓને બોલાવવામાં આવ્યા છે. દેશમાં ગુજરાત સહિત આવી રહેલી

6 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક 5 જૂનના રોજ યોજાઈ હતી. આ બેઠક બાદ, ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે એટલે કે 11 જૂનના રોજ ભૂપેન્દ્ર યાદવે કમલમ ખાતે સરકાર અને સંગઠન વચ્ચે બેઠક યોજી હતી. સંગઠનમાંથી ગોરધન ઝડફિયા અને સરકારમાંથી મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ બેઠકમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ આજે(12 જૂન) વહેલી સવારથી જ ગાંધીનગર ખાતે સરકારી બંગ્લોમાં સરકાર અને સંગઠનના આગેવાનો સાથે વન-ટુ-વન બેઠકનો દોર શરૂ થયો છે. 11 જૂનના રોજ પ્રદેશ કાર્યાલય 'કમલમ્' ખાતે કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા તથા કોર કમિટીના સભ્યો અને પ્રદેશ મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક બાદ ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે બેઠકમાં સરકાર અને પક્ષ દ્વારા કોરોનામાં કરાયેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વાવાઝોડા રાહત અંગે કેન્દ્ર સરકારના પેકેજ અંગે પણ ચર્ચા કરાઇ હતી. તો આ સાથે જ આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી અંગે બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. સી.આર.પાટીલે કહ્યું કે ચૂંટણીને લઇ પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી છે. કેટલાક સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા છે. વર્ષ 2022માં ગુજરાત, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ જેવા રાજ્યોમાં આવનારી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ચર્ચા થઈ હતી. તે અંતર્ગત હવે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ગુજરાતમાં પણ બેઠકોનો દોર શરૂ થયો છે. કોરોનાના સમયગાળા દરમિયાન એટલે કે, 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે કોરોનાકાળમાં સરકારે કરેલી કામગીરીથી લોકો, ધારાસભ્યો અને સંગઠનમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમજ સરકાર અને સંગઠન વચ્ચે પણ ઘણીવાર તાલમેલનો અભાવ હોવાની વાતો સામે આવતી રહી છે. આ તમામ બાબતોનું સંકલન અને આયોજન કરવા ભૂપેન્દ્ર યાદવ ભાજપ સંગઠન અને સરકારના આગેવાનો સાથે સતત બેઠકો યોજી રહ્યા છે. આગામી 15મી જૂને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાનાર છે અને ધારાસભ્યોની પણ બેઠક યોજાશે. જેમાં ભાજપના નેતાઓને બહાર નિકળવા સૂચના આપવામાં આવશે. કોરોનાની મહામારીમાં પ્રજામાં રોષ ભડકે તો શાંતિથી સાંભળી ઉકેલવાનું માર્ગદર્શન આપવામાં આવશે.ભાજપના નેતાઓને બહાર નીકળી પ્રજાને શાંતિથી સાંભળી સમસ્યા ઉકેલવા