રવિવાર, 11 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 9 ડિસેમ્બર 2025 (11:53 IST)

ભરૂચ GIDCની નાઈટ્રેક્સ કંપનીમાં ગંભીર અકસ્માત, એકનુ મોત

Bharuch
ભરૂચ જિલ્લામાં આવેલ ઝઘડિયા GIDCની નાઈટ્રેક્સ કંપનીમાં આજે એક ગંભીર ઔદ્યોગિક અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે એક જોરદાર બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. રસાયણિક પ્રક્રિયા દરમિયાન થયેલા આ ગંભીર વિસ્ફોટમાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
 
દાદરા નગર હવેલીના દાદરા ગામે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી કંપનીમાં આગ લાગવાના કારણે પ્લાસ્ટિકની હાજરીને લીધે આગે જોતજોતામાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી મોટી બની ગઈ હતી કે કંપનીમાં નાના-મોટા વિસ્ફોટ પણ થયા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આ વિકરાળ આગની જ્વાળાઓએ બાજુમાં આવેલી આસપાસની અન્ય કંપનીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.
 
આ બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો, અને પ્લાન્ટમાંથી ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર GIDC વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. કંપનીના અન્ય કર્મચારીઓ અને નજીકના પ્લાન્ટના શ્રમિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
 
ઘટનાની જાણ થતાં ઘટનાની જાણ થતાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (DISH) વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ દળો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલમાં બંને વિભાગો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને બ્લાસ્ટના કારણોને લઈને પ્રાથમિક તારણો એકત્રિત કરવામાં આવી રહ્યા છે.. હાલમાં પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.