સંબંધિત સમાચાર
- પીએમ મોદીના હસ્તે શુભારંભ: જાણો સાણંદમાં શરૂ થયેલો CG સેમિકન્ડક્ટર પ્લાન્ટ શું છે અને તે ભારતને કેવી રીતે બનાવશે આત્મનિર્ભર
- PM મોદી સાણંદમાં કરશે ચિપ પ્લાન્ટનું લોકાર્પણ: એફિલ ટાવરથી પણ વધુ લોખંડનો થયો છે ઉપયોગ, ધૂળનો એક કણ પણ નહીં ટકી શકે
- PM મોદી 28 ફેબ્રુઆરીએ કરશે ગુજરાતની મુલાકાત, સ્થાનિક સ્વરાજની ચૂંટણી સહિત વિવિધ મુદ્દાઓની કરશે સમીક્ષા
- ચૂંટણી ચિન્હ મે આપ્યુ, નોમિનેશન કરાવ્યુ, બે મહિનામાં જ તમે ગદ્દાર કેવી રીતે બની ગયા,બાગીઓ પર ફુટ્યો મમતાનો ગુસ્સો
- ગુજરાતમાં મેઘતાંડવ: જૂનાગઢ જળબંબાકાર, દ્વારકા-સોમનાથ હાઈવે બંધ અને તાપીનો કોઝ-વે ઓવરફ્લો
સાણંદમાં CG Semiના ₹7,500 કરોડના મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ, માત્ર 5 મહિનામાં સર્જાઈ ઐતિહાસિક સિદ્ધિ
અમદાવાદ: ગુજરાતના સાણંદે દેશના સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. CG Semi ના . 7,500 કરોડના મેગા OSAT (Outsourced Semiconductor Assembly and Test) પ્લાન્ટમાં આજે વ્યાવસાયિક ઉત્પાદનનો સત્તાવાર પ્રારંભ થયો છે. માત્ર 5 મહિનાના રેકોર્ડ સમયગાળામાં ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થતાં 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને નવી ગતિ મળી છે.
આ અદ્યતન સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. દેશમાં હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગને મજબૂત બનાવવાના પ્રયાસોમાં આ પ્રોજેક્ટને મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવી રહ્યો છે.
વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન, લક્ષ્યાંક 500 કરોડનો
સાણંદ સ્થિત આ પ્લાન્ટ દર વર્ષે અંદાજે 20 કરોડ સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. કંપનીએ આગામી સમયમાં આ ક્ષમતાને વધારીને 500 કરોડ ચિપ્સ પ્રતિ વર્ષ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
જાપાન અને મલેશિયામાં શરૂ થઈ નિકાસ
અહીં ઉત્પાદિત સેમિકન્ડક્ટર ચિપ્સનો ઉપયોગ ઓટોમોટિવ, ટેલિકોમ અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોમાં કરવામાં આવશે. પ્લાન્ટમાંથી તૈયાર થયેલી પ્રથમ બેચની ચિપ્સની નિકાસ જાપાન અને મલેશિયા જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં શરૂ થઈ ગઈ છે, જે ભારતના સેમિકન્ડક્ટર ઉત્પાદનને વૈશ્વિક ઓળખ અપાવશે.
5 હજારથી વધુ રોજગારીની તકો સર્જાશે
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટના કારણે આગામી પાંચ વર્ષમાં અંદાજે 5,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે. સ્થાનિક યુવાનોને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવી કારકિર્દીની તક મળશે.
સાણંદ બન્યું ભારતનું સેમિકન્ડક્ટર હબ
ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે જાણીતા સાણંદે હવે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પણ દેશના અગ્રણી કેન્દ્ર તરીકે ઓળખ બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. નવા પ્લાન્ટ સાથે ગુજરાત હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રમાં વધુ મજબૂત બની રહ્યું છે.
