મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2020 (11:04 IST)

ધોરાજીના ધારાસભ્ય ભૂલ્યા ભાન, વિવાદાસ્પદ ટિપ્પણી વાળું પોસ્ટર કર્યું પોસ્ટ

રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા આજે ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. કોંગી ધારાસભ્ય લલિત વસોયા રોજ બરોજ પોતાના સોશિયલ મીડિયામાં અલગ અલગ પોસ્ટ મુજબ સરકારની ટીકા કરતા હોય પોસ્ટર મુક્ત હોય છે. પરંતુ આજરોજ સરકારની ટીકા કરતા ધારાસભ્ય ભાન ભૂલી વિવાદાસ્પદ ટિપ્પણી ભર્યું પોસ્ટર પોસ્ટ કર્યું છે. જેમાં લખ્યું છે "વાયગ્રાને કારણે ભારતમાં વસ્તી વધી છે".
 
કોરોના વાયરસની અસર દેશભરમાં જોવા મળી રહી છે. ત્યારે આ વાયરસથી આગામી દિવસોમાં મોંઘવારીમાં વધારો થશે તેવું નિવેદન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યું હતું. જેના વળતા જવાબમાં કટાક્ષ સાથે નિવેદન આપવામાં કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ ભાન ભૂલી હતી. નરેન્દ્ર મોદી બાદ નિર્મલા સીતારમન ને ફેંકવામાં ગોલ્ડ મેડલ મળે તેવું લખાણ વાળી પોસ્ટ કરતા વિવાદ સર્જાયો છે.