મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

વડોદરામાં કોરોના વાઈરસના 8 કેસ પોઝિટિવ, 40 નેગેટિવ

વડોદરામાં શહેરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 8 પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે લોકડાઉનમાં ખંડેરાવ માર્કેટમાં ભીડ થતી હોવાથી ત્યાંથી શાકભાજી માર્કેટને ખસેડીને પોલો ગ્રાઉન્ડમાં ખસેડવામાં આવ્યું છે. જેથી ત્યાં ભીડ ન થાય અને એકબીજાખી દૂરી રાખીને ખરીદી કરી શકે છે.
વડોદરા શહેરમાં વર્ષોથી ખંડેરાવ માર્કેટ ખાતે શાકભાજી, ફ્રૂટ અને ફૂલ બજાર ભરાય છે. હાલ કોરોના વાઈરસના લોકડાઉનને કારણે સાંકળી જગ્યામાં ભીડ થતી હતી. હતી. જેથી વડોદરા મહાનગરપાલિકાએ સાવચેતીના ભાગરૂપે આજે શાકભાજી, ફ્રૂટ અને ફૂલ બજારને પોલો ગ્રાઉન્ડ ખાતે ખસેડવાનો નિર્ણય કર્યો હતો. પાલિકા અને પોલીસની ટીમ દ્વારા માર્કેટને આજે પોલો ગ્રાઉન્ડ ખાતે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં માર્કિંગ કરીને વેપારીઓને ધંધો કરવા માટે જગ્યા ફાળવવામાં આવી છે. તમામ ગ્રાહકો છૂટા-છવાયા રહે અને ભીડ ના થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં વડોદરામાં શંકાસ્પદ કોરોનાની ચકાસણી માટે કુલ 51 સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ પૈકી 8 સેમ્પલ પોઝિટિવ જણાયા છે અને 40 સેમ્પલ નેગેટિવ રહ્યા છે. એક સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ છે. અને 2 સેમ્પલ રિજેક્ટ કરવામાં આવ્યા છે. બુધવારે રાત્રે 55 વર્ષના પુરૂષનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે ગોત્રી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.
વડોદરા શહેર જિલ્લામાં 31 માર્ચ સુધી આવશ્યક સેવાઓ સાથે સંકળયેલી સરકારી કચેરીઓ સિવાયની તમામ કચેરીઓ સંપૂર્ણ બંધ રાખવા વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે સૂચના આપી છે. કચેરીઓના વડા તથા કર્મચારીઓને તેમના મોબાઇલ ફોન, ઇ-મેઇલથી સંપર્કમાં રહી સોંપવામાં આવે તે કામગીરી ફરજ બજાવવાની રહેશે.