શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 28 સપ્ટેમ્બર 2018 (14:17 IST)

ગુજરાતના પૂર્વ નાણાકીય મંત્રી અને રાજવી મનોહરસિંહ દાદાનુ નિધન, PM એ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ

ગુજરાતના લોકપ્રિય રાજનેતા મનોહરસિંહ જડેજાનુ ગુરૂવારે નિધન થઈ ગયુ. તેઓ કોંગ્રેસના કાર્યકાળમાં ગુજરાત સરકારમાં નાણાકીય મંત્રી હતા. તેમની વય 83 વર્ષની હતી. મનોહરસિંહ ગુજરાતમાં દાદા નામથી ઓળખાતા હતા. તેઓ રાજકોટના શાહી પરિવારના વંશજ હતા.   આજે રાજકોટ સહિત દેશભરમાંથી રાજવી પરિવારો તેમની અંતિમયાત્રામાં જોડાશે. સીએમના પત્ની અંજલીબેન રૂપાણી પણ પેલેસ ખાતે દર્શન માટે આવી પહોંચ્યા છે. તેમજ 11 વાગે વિજય રૂપાણી પણ રાજકોટ દાદાના દર્શન કરવા આવશે.
 
આજે વહેલી સવારે રાજવી પરંપરા મુજબ ‘દાદા’ની અંતિમયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. વહેલી સવારથી જ લોકો તેમના પાર્થિવ દેહના દર્શન માટે ઉમટી પડ્યા છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ ‘દાદા’ના દર્શન માટે આવી રહ્યા છે. બે પ્રાઈવેટ અને એક પોલીસ બેન્ડની સૂરાવલિ સાથે દાદાની અંતિમયાત્રા નીકળી છે.
સીએમના પત્ની અંજલીબેન રૂપાણી પણ પેલેસ ખાતે દર્શન માટે આવી પહોંચ્યા હતા. રણજીત વિલાસ પેલેસને પટાંગણમાં જ 9 બંદુકની સલામી સાથે દાદાની અંતિમયાત્રા નીકળી હતી. તેમજ 11 વાગે વિજય રૂપાણી પણ રાજકોટ દાદાના દર્શન કરવા આવશે. દાદાના નિધનથી રાજકોટના લોકો શોકમગ્ન બની ગયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ‘દાદા’ની અંતિમવિધિ શાસ્ત્રોક્ત વિધિથી જ કરવામાં આવી હતી. દાદાને રાજવી પોશાક તેમજ સાફો પહેરાવવામાં આવ્યો છે. તેમજ પાર્થિવદેહ પર રજવાડી છત્રી અને એક વ્યક્તિ દ્વારા પવન નાખવામાં આવી રહ્યો છે. 
 
રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજા 3 વર્ષથી અલ્ઝાઈમરની બિમારીથી પીડીત હતા. રાજવી સ્ટેટમાં 15માં ઠાકોર સાહેબ તરીકે તેઓ હતા.રાજય સરકારમાં કેબીનેટ મિનિસ્ટર રહી ચૂકયા હતા. તેમજ 1990-1995 દરમ્યાન કેબીનેટ મંત્રી રહ્યાં હતા. તથા ગુજરાત પ્રદેશ કોગ્રેસના વાઈસ પ્રેસીડેન્ટ હતા. તેમના એક પુત્ર માંધાતાસિંહ અને 3 દીકરીઓ છે.