મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2023 (12:51 IST)

દેશમાં પહેલીવાર જાપાનીઝ શિંકાનસેન ટ્રેનની જેમ જે-સ્લેબ બેલાસ્ટલેસ સિસ્ટમનો ઉપયોગ

high speed rail
high speed rail

High Speed ​​Rail Corridor - મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે પ્રથમ રિઇનફોર્સ્ડ કોંક્રીટ (RC સિમેન્ટનું ચણતર) ટ્રેક બેડનું બાંધકામ સુરત ખાતે શરૂ કરાયું છે. આવા જ ટ્રેક બેડનો ઉપયોગ જાપાનીઝ બુલેટ ટ્રેન શિંકનસેનમાં થાય છે. સ્લેબ RC ટ્રેક બેડ પર જેની જાડાઈ 300 મિમી, પહોળાઈ 2420 મીમી, ટ્રેક સ્લેબને કોઈપણ બાજુથી અવરોધ ટાળવા RC એન્કર મુકવામાં આવે છે.

ભારતમાં પ્રથમ વખત જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બેલાસ્ટલેસ ટ્રેકમાં સામાન્ય રીતે જેમ ટ્રેકની નીચે પત્થરોના નાના ટુકડા સાથે ખાસ થર એ નથી હોતા. આ ટુકડાઓને કોંક્રિટ બેડમાં પરિવર્તિત કરી દેવામાં આવે છે.આરસી એન્કરમાં રેફરન્સ પિનનો ઉપયોગ પ્રતિ કલાક 320 કિમી સંચાલન માટે છે. ગુજરાતના બનાનારા ટ્રેકના કામોના કોન્ટ્રાક્ટ આપી દેવાયા છે. { ટ્રેક સ્લેબ માટે અલગથી ખાસ બે ફેક્ટરીઓ શરૂ. ભારતીય કર્મચારીઓને ખાસ તાલીમ અપાશે.
High Speed ​​Rail Corridor