બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (17:35 IST)

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર, ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાશે મતદાન

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત આખેર થઇ ગઈ છે. રાજ્યના ચૂંટણીપંચે ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar Municipal Corporation) ની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. રાજ્યના ચૂંટણીપંચે આ નાગે સત્તાવાર જાહેરાત કરતા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કર્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં 11 વોર્ડની 44 બેઠક પર ચૂંટણી યોજાશે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી તારીખ 3-10-2021 ના રોજ યોજાશે, જ્યાં જરૂર પડશે ત્યાં 4-10-2021 ના રોજ પુનઃ મતદાન યોજાશે અને અને મતગણતરી તારીખ 05-10-2021 ના રોજ યોજાશે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18-09-2021 છે અને ફોર્મ પાછા ખેચવાની છેલ્લી તારીખ 21-09-2021 છે.

મહાનગરપાલિકા , નગરપાલિકાની સામાન્ય / મધ્યસત્ર ચૂંટણી અને અન્ય સ્વરાજયના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી હેઠળના વિસ્તારમાં તા.06-09-2021 ના રોજ ચૂંટણીઓની જાહેરાત થતાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલમાં મુકવામાં આવી છે.ચૂંટણીમાં ઉમેદવારે ઉમેદવારી પત્ર સાથે પોતાનો ગુન્હાહિત ઈતિહાસ , શૈક્ષણિક લાયકાત , મિલકત અને દેવાં બાબતનું સોગંદનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે . અરજદાર ઉમેદવારી ફોર્મ સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીએથી મેળવી શકાશે અથવા આયોગની વેબસાઈટ http : sec-gujarat.gov.in પરથી ડાઉનલોડ પણ કરી શકાશે.આ ચૂંટણીમાં મતદાન સમયે , મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર ( EPIC) રજુ કરવાનું રહેશે, પરંતુ વ્યાજબી કારણસર રજૂ કરી શકે તેમ ન હોય તો, સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર , રાજય ચૂંટણી આયોગે નિયત કરેલ ફોટાવાળા દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજ રજૂ કરી શકશે.રાજય ચૂંટણી આયોગે , આ ચૂંટણી માટેના મતદાનનો સમય સવારે 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધીનો નકકી કરેલ છે . કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે અંગે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ સુનિશ્ચિત કરવામાં આવશે . મહાનગરપાલિકાઓનગરપાલિકાઓ / જિલ્લા / તાલુકા પંચાયતોની સામાન્ય / મધ્યસત્ર / પેટા ચૂંટણીઓ વીજાણુ મતદાન યંત્રો ( EVM) દ્વારા કરવામાં આવશે.